- નવસારી સહિત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતાં ગરમીથી મળી મુક્તિ
- વરસાદ બાદ બફારો વધતા લોકો થયા પરસેવે રેબઝેબ
- સવારે વરસાદ અને બપોરે ગરમીથી બે ઋતુઓનો અનુભવ
- નવસારી અને ચીખલીમાં પડ્યો ધોધમાર વરસાદ
નવસારીઃ સામાન્ય રીતે નવસારી જિલ્લામાં જુનના પ્રારંભે ચોમાસાનો આરંભ થતો હોય છે. વાતાવરણમાં આવતા બદલાવને કારણે આ વખતે ચોમાસું 11 જૂનથી શરૂ થાય, એવી હવામાન વિભાગની આગાહી છે. જોકે એ પૂર્વે મેઘરાજા તેમના આવવાના અણસાર આપી રહ્યા છે. બે દિવસો અગાઉ વાંસદામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે નવસારીમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેની સાથે શહેરમાં ક્યાંક ઝરમર વરસાદ તો શહેર અને નવસારી તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેની સાથે ચીખલીમાં પણ મેઘાએ મહેર કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે સવારનો સમય હોવાથી નોકરિયાતોને વરસાદે હેરાન કર્યા હતા. ઘણી જગ્યાએ રસ્તામાં ઝાડના ઓથા નીચે લોકો વરસાદથી બચતા જણાયા હતાં.
આ પણ વાંચોઃ 11 જૂનથી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખૂલશે