Navsari Rain: ગણદેવી-બીલીમોરા હાઈવે જળબંબાકાર, ખમૈયા કરો મેઘરાજા નવસારી:ગઈકાલે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી. તો બીજી તરફ એકલદોકલ ઘટનાની વાત કરવામાં આવે તો નવસારીના મંદિર ગામે અંદર પાસ બ્રિજમાં પાણી ભરાવાના કારણે હવે એક પરિવારની કાર ફસાઈ હતી બચાવી લેવામાં આવી હતી તો બીજી તરફ નવસારી શહેરના સ્ટેશન મંકોડીયા શાકભાજી માર્કેટ વિસ્તાર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને નવસારી નગરપાલિકા તરફથી પણ નવસારી શહેરમાં કોઈ અનિષ્ટનીય ઘટના ન બને તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
તમામ તૈયારીઓ:પાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફ ની ટીમ પણ તેના કરવામાં આવી છે. સાથે જિલ્લાના છ તાલુકામાં તાલુકા વાઇસ મોડલ ઓફિસરની નિમણૂક કરી જિલ્લાની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સવારથી જ વરસાદનું જોર:વધતાં ગણદેવી શહેરમાંથી બીલીમોરા તરફ જતા માર્ગ પર નેરોગેજ ટ્રેન ના અંદર પાસમાં વરસાદી પાણી ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા આવા ગમન કરવા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને ગણદેવી બીલીમોરા તરફ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સાથે તેઓને બીલીમોરા તરફ જવા માટે લાંબો ચકરાવો ખાવો પડ્યો છે હાલ સવારથી જ વરસાદનું જોર વક્તા લોકો પણ વરસાદ વિરામ લે તેવી આશા સેવી રહ્યા છે.
24 કલાકના વરસાદના આંકડા: નવસારી : 95 મિમી (3.95 ઇંચ), જલાલપોર : 101 મિમી (4.20 ઇંચ), ગણદેવી : 125 મિમી (5.20 ઇંચ), ચીખલી : 158 મિમી (6.58 ઇંચ),ખેરગામ : 222 મિમી (9.25 ઇંચ), વાંસદા : 140 મિમી (5.83 ઇંચ), અંબિકા નદી : 14.26 ફૂટ (ભયજનક 28 ફૂટ), પૂર્ણા નદી : 10 ફૂટ (ભયજનક 23 ફૂટ), કાવેરી નદી : 12 ફૂટ (ભયજનક 19 ફૂટ), જૂજ ડેમ : 153.95 ફૂટ (ઓવરફ્લો થવાથી 14.5 ફૂટ દૂર), કેલિયા ડેમ : 104.30 ફૂટ ( ઓવરફ્લો થવાથી 10 ફૂટ દૂર), વરસાદ પડ્યો છે.
- Junagadh Weather: Junagadh Rain: જૂનાગઢ ગ્રામ્ય પંથક જળબંબાકાર, ચોતરફ પાણી વચ્ચે પ્રજા
- Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા