- ગુજરાતમાં પરપ્રાંતીયો સુરક્ષિત ન હોવાના કોંગ્રેસ પ્રભારીના નિવેદન સામે ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
- રાજસ્થાનમાં જ ઉદ્યોગો અને વેપાર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રાજસ્થાનીઓ અન્ય રાજ્યોમાં વસ્યાં - પાટીલ
- કોરોનાના લોક ડાઉનમાં ગુજરાતીઓએ પ્રાંતના ભેદભાવ વિના કરી મદદ
નવસારી : ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાન સરકારના પ્રધાન રઘુ શર્માએ ગુજરાતમાં પરપ્રાંતીયો સુરક્ષિત ન હોવાનું કહીને નવો વિવાદ છેડયો છે. જેની સામે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સટીક જવાબ આપ્યો છે.
શર્મા જે રાજ્યમાં પ્રધાન છે ત્યાંથી મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ ગુજરાતમાં આવીને ધંધાવેપાર કરી રહ્યાં છે સી. આર. પાટીલે શું કહ્યું
નવસારીના ગણદેવી ખાતેના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની વાતનું ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જોરદાર ખંડન કર્યું હતું. તેમણે રઘુ શર્માને સટીક જવાબ આપતાં સંભળાવ્યું હતું કે તેમણે ગુજરાતનું આપમાન કર્યું છે. ગુજરાતમાં સૌ પરપ્રાંતીયો સુરક્ષિત છે. પરપ્રાંતીયો તેેને કારણે જ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવ્યાં છે, વસ્યાં છે અને ધંધા રોજગાર કરીને વસી રહ્યાં છે. રઘુ શર્મા જે રાજસ્થાન રાજ્યના પ્રધાન છે, ત્યાં તેમના જ લોકો માટે ઉદ્યોગ, વેપાર માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાજસ્થાનીઓએ દેશના અન્ય રાજ્યોમાં હિજરત કરવી પડે છે. જેથી રઘુ શર્માએ ગુજરાતની માફી માગવી જોઈએ.
આ પણ વાંચોઃ 'સૂડી વચ્ચે સોપારી' જેવી કોંગ્રેસ હાઈકમાન્ડની હાલત, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવા તેની અવઢવમાં
આ પણ વાંચોઃ 2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા