ગુજરાત

gujarat

ETV Bharat / state

'વાયુ'થી નવસારી પ્રભાવિત, ગામમાં પાણી ભરાવવાની શરૂઆત - Navsari Sea

નવસારીઃ સમગ્ર રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરથી વાયુ વાવાઝોડાનો ખતરો છેલ્લા બે દિવસથી મંડરાય રહ્યો છે ત્યારે નવસારી જિલ્લો ખૂબ જ પ્રભાવિત થયો છે. જિલ્લામાં ભારે વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. એટલું જ નહીં અનેક ગામોમાં અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચૂકી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 13, 2019, 1:37 PM IST

આખરે વાયુ વાવાઝોડું વધુ તીવ્ર બનીને ગુજરાતના દરિયા કિનારે આક્રમણ કરી રહ્યું છે. જો કે વાયુ ફુંટાવવાની માહિતી વચ્ચે નવસારીમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ તંત્ર તૈયારીઓના દાવાઓ કરી રહ્યું છે તો બીજી તરફ નવસારી જિલ્લામાં કયું સિગ્નલ છે એનાથી તંત્ર અજાણ રહ્યું છે. એટલાથી અટકતું નથી જિલ્લામાં દરિયો અંદાજિત કેટલા સમયે વધુ તોફાની બનશે જેની જાણકારીઓ પણ મેળવી શક્યા નથી.

'વાયુ'થી નવસારી પ્રભાવિત, પ્રચંડ દરિયાઇ મોજા

નવસારી જિલ્લામાં આવેલા બોરસી ગામમાં દરિયાના પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોમાં ભયનો માહોલ છે. તેમ છતાં તંત્ર હજી સંરક્ષણ દિવાલનું કામ પૂર્ણ કરી શકી નથી. વાયુને લઈને નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details