ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી: કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં, આવેદન આપે તે પહેલા જ કાર્યકર્તાઓને ડિટેન કરાયા

નવસારી જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે વાંસદાના કોંગી ધારાસભ્ય સહિત 35થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસીઓએ ધરણાનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગી કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેમણે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી.

નવસારી
નવસારી

By

Published : Dec 4, 2020, 7:39 PM IST

Updated : Dec 4, 2020, 7:45 PM IST

  • નવસારીમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં
  • પોલીસે 35થી વધુ કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યા
  • કોંગ્રસના કાર્યકરોએ કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી

નવસારી: જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે વાંસદાના કોંગી ધારાસભ્ય સહિત 35થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસીઓએ ધરણાનું આયોજન કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગી કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેમણે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી.

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસીઓએ કર્યા ધરણા

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના આશયથી લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાને કોંગ્રેસીઓએ કાળો કાયદો ગણાવીને નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા કરી, સુત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા જાય એ પહેલાં જ પોલીસે તેમને ડિટેન કર્યા હતા.

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

પોલીસે 35થી વધુ કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યા

કેન્દ્રની મોદી સરકારે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ બિલ રજૂ કર્યું હતું. જેનો હરિયાણા સહિત દેશભરના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારને વાટાઘાટો માટે મજબૂર કરી છે. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં શુક્રવારે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવા છતાં કોંગ્રેસી કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. જેમાંથી 5 કોંગી આગેવાનો જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવા તૈયાર થયા હતા. પરંતુ અધિક કલેકટર પાસે આગેવાનો પહોંચે એ પહેલાં જ જિલ્લા પોલીસે કાર્યકર્તાઓ અને આગેવાનોને ડિટેન કર્યા હતા.

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

ધારા 144 લાગુ હોવાની વાત કરી પોલીસે ગેરમાર્ગે દોર્યા: અનંત પટેલ

અધિક કલેકટરને કોંગી આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ ધારા 144 વિશે પુછાતા કલેકટરે કોવિડ-19 અંગેનું જાહેરનામું બહાર પાડ્યુ છે, પણ 144 લાગુ નથી તેમ જણાવ્યું હતું. સાથે જ કોંગી કાર્યકર્તાઓએ કલેકટર તેમને સાંભળતા ન હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા. ઉપરાંત કોંગી ધારાસભ્યોએ પોલીસ તંત્રએ તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા.

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

સરકારી કચેરીઓનાં 200 મીટરના વિસ્તારમાં ધરણા, રેલી પર પ્રતિબંધ

કોંગી ધારાસભ્યના પોલીસ દ્વારા ગેરમાર્ગે દોરવાના આક્ષેપને જિલ્લા નાયબ પોલીસ વડાએ ખોટો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુરૂવારે જિલ્લા કલેકટર દ્વારા કલેકટર કચેરી, પ્રાંત કચરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી જેવી સરકારી કચેરીઓના 200 મીટરના વિસ્તારમાં જાહેર ધારણા, રેલી વગેરે યોજવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો ભંગ થતા કોંગ્રેસીઓને ડિટેન કરાયા છે.

નવસારીમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

ડિટેન થવાના હોય તો જ ઉભા રહેજો, ધારાસભ્યએ કાર્યકર્તાઓને ખખડાવ્યા

ખેડૂતોના સમર્થનમાં ધરણા પ્રદર્શન કરવા નીકળેલા કોંગ્રેસીઓને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ડિટેન કર્યા હતા. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કાર્યકર્તાઓને કહ્યું કે, ડિટેન થવાના હોય તો જ ઉભા રહેજો. નહીં તો ચાલ્યા જજો, તેમ કહીને ખખડા

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસીઓનાં ધરણાં

આ પણ વાંચો બનાસકાંઠા: પાલનપુરમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસનું ધરણાં-પ્રદર્શન

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કલેક્ટર કચેરી પાસે શુક્રવારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટેે ધરણા- પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરતા કોંગી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.

Last Updated : Dec 4, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details