- નવસારીની કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે શરૂ થયો પ્રોજેક્ટ સ્નેહા (Project Sneha)
- જિલ્લાની 50 શાળાઓમાં 3,180 વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે તાલીમ (Training)
- વિદ્યાર્થીનીઓને યોગ, કરાટે સાથે વ્યવસાયિક તાલીમથી એક્ટિવ બનાવવાનો થશે પ્રયાસ
- DDO, DPEO સહિત જિલ્લાના અધિકારીઓએ એકી સાથે 50 શાળાઓમાં શરૂ કરાવ્યો પ્રોજેક્ટ
નવસારીઃ રાજ્યમાં કંઈક અલગ કરવામાં નવસારી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. નવસારી જિલ્લા પંચાયતે (Navsari District Panchayat) જિલ્લાની કિશોરીઓના સર્વાંગી વિકાસ કરવા 'પ્રોજેક્ટ સ્નેહા' (Project Sneha) શરૂ કર્યો છે, જેનો પ્રારંભ તવડી પ્રાથમિક શાળા (Tavadi Primary School) ખાતે નવસારીના પ્રાથમિક શિક્ષણાધિકારીએ (Navsari DPEO) કરાવ્યો હતો.
આ પણ વાંચો-પાટણની કોમલે દિલ્હીમાં યોજાયેલી નેશનલ કરાટે સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડ્યો
ધોરણ 9થી 12ની કિશોરીઓના આરોગ્ય અને પોષણનું પણ અપાશે ધ્યાન
નવસારી જિલ્લા પંચાયત (Navsari District Panchayat) દ્વારા જિલ્લાની ધોરણ 9થી 12 ધોરણમાં ભણતી કિશોરીઓને પૂરતું પોષણ મળી રહે, તેમનો શૈક્ષણિક તેમ જ વ્યવસાયિક તાલીમ સાથે સર્વાંગી વિકાસ થાય એવા ઉદ્દેશ્ય સાથે 'પ્રોજેક્ટ સ્નેહા' (Project Sneha) લોન્ચ કરવામાં આવ્યો છે. જિલ્લાની પસંદગીની 50 શાળાઓમાં 3180 કિશોરીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ શિક્ષણ સાથે તાલીમ આપવામાં આવશે, જેમાં મનદુરસ્તી માટે યોગ, સેલ્ફ ડિફેન્સ (Self Defense), કરાટે (Karate), સ્પોકન ઈંગ્લિશ (Spoken English), કમ્પ્યુટર (Computer) તેમ જ ભરતગૂંથણ, સિવણ, મીણબત્તી બનાવવું, અગરબત્તી બનાવવું જેવી વ્યવસાયિક તાલીમો પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.