ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં પોલીસે કારનો 50 કિ.મી સુધી પીછો કરી રૂપિયા 2.24 લાખનો દારૂ ઝડપ્યો - Police seize alcohol

દમણ અને સેલવાસથી નવસારીના રસ્તે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા દમણના કુખ્યાત બુટલેગરને પકડવા જતા હાઇવે પર પોલીસ અને બુટલેગર વચ્ચે ભાગદોડ મચી હતી. જોકે, પોલીસે 50 કિલોમીટર સુધી પીછો કરી કારમાંથી 2.24 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પરંતુ બુટલેગર તેના સાથી સાથે ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કારનો 50 કિ.મી સુધી પીછો કરી  દારૂ ઝડપ્યો
પોલીસે કારનો 50 કિ.મી સુધી પીછો કરી દારૂ ઝડપ્યો

By

Published : Jan 10, 2021, 10:04 PM IST

  • પોલીસે કારનો 50 કિ.મી સુધી પીછો કરી દારૂ ઝડપ્યો
  • બુટલેગરે બે વખત પોલીસની કાર સાથે પોતાની કાર અથડાવી
  • કાર ફસાઈ જતા દમણનો કુખ્યાત બુટલેગર સદ્દામ કાર છોડી ભાગી છૂટ્યો

નવસારીઃ સુરત આર. આર. સેલે બાતમીને આધારે નેશનલ હાઇવે નં. 48 પર પલસાણા પાસે વોંચ ગોઠવી હતી, સેલવાસથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરીને આવતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારમાં સવાર દમણના કુખ્યાત બુટલેગર સદ્દામે ડિવાઈડર કુદાવી ટ્રેક બદલી નાંખ્યો હતો. જેની પાછળ પોલીસે પણ ટ્રેક કુદાવ્યો પણ સદ્દામે પોલીસની કાર સાથે પોતાની કાર અથડાવી, પોલીસથી પીછો છોડવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પુર ઝડપે વેસ્માથી આરક સીસોદ્રા ગામ તરફ, ત્યાંથી ધોળાપીપળા અને ત્યાંથી કસ્બાથી સુરત માર્ગે ભગાવી હતી.

પોલીસે કારનો 50 કિ.મી સુધી પીછો કરી દારૂ ઝડપ્યો

કાર રસ્તાની બાજુના ખાડામાં ફસાઈ

પોલીસે અંદાજે 50 કિલોમીટર સુધી બુટલેગરનો પીછો કર્યા હતો, જે બાદ પોલીસે મરોલી નહેર પાસે ઓવરટેક મારી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં પણ સદ્દામે કારને ફૂલ સ્પીડમાં યુ-ટર્ન મારી પોલીસની કારને ફરી ટક્કર મારી, ભાગવા જતા કાર રસ્તાની બાજુના ખાડામાં ફસાઈ હતી.

બી. એસ. મોરી

પોલીસે કારમાંથી 2.24 લાખ રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કર્યો

જેથી સદ્દામ અને તેની સાથેનો સાથી કાર છોડી ઘટના સ્થળેથી ભાગી છૂટયા હતા. પોલીસે કારમાંથી 2.24 લાખ રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરી, ભાગી છૂટેલા બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નવસારીમાં પોલીસે દારૂ ઝડપ્યો

ABOUT THE AUTHOR

...view details