- ગાયોને નવસારીના ખેરગામથી સુરતના બલેશ્વર લઈ જવાતી હતી
- ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલકની અટક કરી શરૂ કરી તપાસ
- ટેમ્પોમાં ક્રૂરતા પૂર્વક બાંધેલી ગાયોને બચાવી પાંજરાપોળ મોકલાઈ
- ગાયોને બારડોલીના સેવાસણના યુવાને ટેમ્પોમાં ભરાવી હતી
નવસારીઃગૌરક્ષક સાજન ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારીના ખેરગામ ગામેથી એક છોટા હાથી ટેમ્પોમાં કતલ કરવાના ઇરાદે બે ગાયોને સુરત લઈ જવામાં આવી રહી છે. જેને આધારે સાજન ભરવાડ અને તેમની ટીમે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસ સાથે નવસારી-બારડોલી માર્ગ પર નવસારીના સુપા ગામે ભૂત બંગલાપાસે વૉચ ગોઠવી હતી. દરમિયાન નવસારી તરફ આવી રહેલા ગાયો ભરેલા ટેમ્પોને પોલીસે અટકાવ્યો હતો. ટેમ્પોમાં જોતા બન્ને ગાયોને ક્રૂરતા પૂર્વક બાંધી હતી અને તેમના માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને નવસારી તાલુકાના ખેરગામ ગામે રહેતા દિપક ગણપત અમેટાને અટકમાં લઇ તેની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીએ જણાવ્યું કે ગાયોને બારડોલી તાલુકાના સેવાસણ ગામે રહેતા હરિ નામના યુવાને ખેરગામથી ભરાવી આપી હતી.
આ પણ વાંચોઃ કતલ ખાને લઈ જવાતી 22 ગાયને બચાવતું દાહોદ પોલીસ તંત્ર