ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુમ થયેલા યુવાનના કેસમાં નવો વળાંક આવ્યો સામે - Youth missing in Navsari

ગણદેવી તાલુકાનો યુવાન શંકાસ્પદ રીતે ગુમ થતા પરિવાર અને મિત્રોમાં દુઃખનું આભ ફાટી પડ્યું છે. યુવાનની શોધખોળ કરતા બાઈક સાથે લોહીના ડાઘ મળી આવતા ચકચાર મચી છે. આ બાબતે પોલીસને જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. missing youth in Gandevi, young man blood stains field in Gandev

ગુમ થયેલા યુવાનના કેસમાં નવો વળાંક
ગુમ થયેલા યુવાનના કેસમાં નવો વળાંક

By

Published : Aug 26, 2022, 12:01 PM IST

નવસારી ગણદેવી તાલુકાનો યુવાન શંકાસ્પદ રીતે ગુમ થતા (missing youth in Gandevi) ચકચાર મચી છે. નવસારીના ગણદેવી તાલુકાના કોલવા ગામે યુવાન ઘરેથી દૂધ લેવા જઉં છું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં ગરકાવ થયો હતો. ત્યારે સમગ્ર મામલે મોડી રાત અને વહેલી સવારે શોધખોળ કરતા હજુ સુધી મળતા ગણદેવી પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે.

રસ્તા પર લોહીના ડાઘ મળતા અરેરાટી વ્યાપી, પોલીસ વિભાગ જોતરાયું શોધખોળમાં

આ પણ વાંચોસુરેન્દ્રનગરથી ગુમ થયેલો યુવક 7 વર્ષ બાદ મુંબઈથી મળી આવ્યો

શું છે સમગ્ર મામલો કોલવા ગામમાં ટાંકીઓમાં પાણી ચઢાવવાનું અને વિતરણનું કામ કરતાં સતીશ આહીર નામનો યુવાન દુકાને જવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા સમગ્ર મામલે પરિવારજનો અને મિત્રોમાં ચિંતા વ્યાપી હતી. જેને પગલે વહેલી (young man blood stains field in Gandevi) સવારે ગણદેવી પોલીસએ સઘન તપાસ શરૂ કરી છે. ઘરેથી થોડે દૂર આવેલા ખેતરમાં લોહીના ડાઘા સાથે યુવાનની બાઈક પણ મળી આવી હતી. જેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા કંઈ ખાસ હાથ લાગ્યું નથી.

આ પણ વાંચોપોરબંદરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા યુવાનનો જુબેલી પુલ નીચેથી મળ્યો મૃતદેહ

સરકારી વિભાગ શોધખોળમાં જોતરાયું યુવાનની શોધખોળમાં વન વિભાગે પણ તપાસ શરૂ કરી છે. જેમાં શંકાસ્પદ રીતે દીપડો અને યુવક વચ્ચે ભિડત થવાની પણ સંભાવના સામે આવી રહી છે. જેને લઈને પોલીસ સાથે વન વિભાગ પણ શોધખોળમાં જોતરાયું છે. સતીશ આહિર પરિણીત છે અને તેને પરિવારમાં માતા પિતા બાળકો પત્ની છે, ત્યારે યુવાન ગુમ થતા પરિવારમાં તે મળી ન આવતા ચિંતા વ્યાપી છે. સ્થાનિક તારાબેનનું કહેવું છે કે, ગઈકાલે 9 કલાક આસપાસની એમની પત્નીનો ફોન અમને આવ્યો ને અમે ઘર પર હાજર થઈ ગયા હતા. જ્યાં તેમનુ બાઈક અને લોહીના નિશાન જોવા મળ્યા હતા. બાદ અમે લોકોએ વન વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરી હતી. missing youth in Gandevi, Forest department investigation missing youth in Navsari

ABOUT THE AUTHOR

...view details