નવસારી રાજ્યમાં નશીલા પદાર્થની આયાત નિકાસ અટકવાનું (Cannabis quantity in Navsari) નામ નથી લેતું. ઓછી સમજણના કારણે અથવા તો દેખાદેખીની આડમાં યુવાનો સતત દારૂ, ગાંજો, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થમાં ધકેલાઈ રહ્યા છે. રાજ્યમાં દરિયાઈ વિસ્તાર મોટો રહ્યો એટલે ગાંજો, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો (cannabis seeds) માફિયાઓ કોઈ પણ રીતે ખુસેડી દે છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક વિસ્તારમાં પોલીસની સતત નજર હોય છે. તો કેટલીક વાર માફિયાઓ પકડાય પણ જાય છે. ત્યારે નવસારીમાં (Navsari SOG Police) સવા બે કિલોથી વધુ ગાંજો પકડાતા ચકચાર મચી છે.
નવસારીમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો પોલીસે આ પણ વાંચોSurat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા
SOG પોલીસનો છાપો નવસારીના રૂસ્ટમવાડીમાં સવા બે કિલા ગાંજો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. તો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રૂસ્ટમવાડીમાં ભાડાના મકાનમાં રહેતા ઓરિસ્સાવાસી ભીષ્મા દત્તા પાસેથી ગાંજો મળી આવ્યો હતો. ભિષ્મા (ganja commercial quantity) ગાંજાની પડીકી બનાવી વેચતો હતો. જ્યારે અચાનક SOG પોલીસે ભીષ્માના રૂમ પર છાપો મારતા ગાંજા સાથે ઝડપાયો હતો. ભિષ્મા પાસેથી 2.30 કિલો ગાંજો પકડાયો હતો. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઅમરેલી SOGએ દરોડા પાડી એક શખ્સને 32 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો
મુદ્દામાલ કર્યો કબ્જેઉલ્લેખનીય છે કે, નવસારી SOGને લાંબા સમય બાદ NDPS ગુનાને ઉકેલવામાં સફળતા મળી છે. શહેરમાં આવેલા પરપ્રાંતિય વિસ્તારમાં મોટાપાયે આવા પ્રકારની પ્રવુતિઓ ચાલતી હોય છે, ત્યારે પોલીસે ગાંજો રાખનાર ભીષ્માની ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ ઘટના સ્થળેથી પોલીસે ગાંજા સાથે એક મોબાઈલ અને રોકડા મળી કુલ 38 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગાંજા માફિયાની ધરપકડ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. Cannabis smuggling busted in Navsari, Two kg of ganja seized from Rustamwadi, Import Export of Ganja in Gujarat