નવસારીસુરત નોકરી ધંધા અર્થે અપડાઉન (People Up down in railway from Acheli to Surat) કરતા નવસારીના અંચેલી ગામ (Ancheli village of Navsari) સહિતના 17થી વધુ ગામના 2000 લોકોએ ટ્રેન સ્ટોપેજ માટે કલેક્ટરને આવેદન (submit Application letter to Collector) આપ્યું હતું. ઉદ્યોગ જગતના હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી અધિકારી વર્ગરોજગારી મેળવવા માટે આવતા હોય છે. આ સાથે તેઓ ટ્રેન મારફતે અપ ડાઉન કરી રોજીરોટી કમાતા હોય છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ માંડ શરૂ તો થઈ છે પણ નવસારી રેલવે સ્ટેશનને (Navsari Railway Station) બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડે છે. વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસના મોંઘા પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો હતો. વલસાડથી સુરતની વચ્ચે એવા અનેક ગ્રામ્ય વિસ્તારના રેલ્વે સ્ટેશન(Railway station between Valsad to Surat) છે. ત્યારથી લોકો 150થી 200 રૂપિયાના માસિક પાસના નજીવા દરે છેલ્લા લાંબા વખતથી અપડાઉન કરી રહ્યા છે.