નવસારી: ગ્લોબલ વોર્મિંગ (Global Warming In The World) વચ્ચે પ્લાસ્ટિકનો નિકાલ કરવો માનવજાતિ માટે માથાના દુઃખાવા સમાન છે. પ્લાસ્ટિકને કારણે મોટી સંખ્યામાં પ્રદૂષણ (pollution due to plastic) વધી રહ્યુ છે અને તેનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે. ત્યારે નવસારીની બીલીમોરાનગરપાલિકા (bilimora municipal corporation) દ્વારા પ્લાસ્ટિક કચરાનો રસ્તો બનાવવામાં ઉપયોગ કરી, નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જો પાલિકા રસ્તો બનાવવામાં સફળ રહી તો આવનારા દિવસોમાં શહેરના અન્ય રસ્તાઓ પણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી બનાવાશે.
પાલિકા રસ્તો બનાવવામાં સફળ રહી તો આવનારા દિવસોમાં શહેરના અન્ય રસ્તાઓ પણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી બનાવાશે. 50 મીટરના રસ્તામાં 1 ટન પ્લાસ્ટિક વેસ્ટ વપરાયું
માનવે અનેક સંશોધન કરી પ્લાસ્ટિક બનાવ્યું જે માનવજાતને ઘણું ઉપયોગી સાબિત થઇ રહ્યુ છે, પરંતુ પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી, જેથી પ્લાસ્ટિકે પ્રદૂષણમાં વધારો કરી માનવ માટે મોટી મુશ્કેલી સર્જી છે અને હવે માથાનો દુઃખાવો (plastic waste problem in gujarat) પણ બની રહ્યું છે. રોજના નિકળતા ટન બદ્ધ પ્લાસ્ટિક કચરાનો નવસારીની બીલીમોરા નગરપાલિકાએ સદુપયોગ કરવાનો વિચાર કરી, પ્લાસ્ટિક થકી રસ્તો બનાવવાની નવતર પહેલ કરી છે.
આ પણ વાંચો:Corona case in Navsari: નવસારી જિલ્લામાં 30 દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો
પાલિકા કરોડો રૂપિયા બચાવી શકશે
પ્લાસ્ટિક થકી રસ્તો બનાવવાની નવતર પહેલ. બીલીમોરા પાલિકાએ રોજના ડમ્પિંગ સાઈટ (plastic dumping site in bilimora) પર ભેગા થતા ટનબંધ કચરામાંથી પ્લાસ્ટિકને છૂટુ પાડી, રસ્તો બનાવવાનું આરંભ્યુ છે. શહેરના સોમનાથ નજીક માધવબાગ સોસાયટી નજીક 50 મીટરનો રસ્તો બનાવવા બીલીમોરા નગરપાલિકાએ 1 ટન પ્લાસ્ટિક કચરો પાથર્યા બાદ, લેવલિંગ કરીને ડામર રોડ (Use of plastic in asphalt roads in Bilimora) બનાવવામાં આવ્યો છે. જેના થકી પાલિકા કરોડો રૂપિયા બચાવી શકશે અને બિનઉપયોગી પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરી પર્યાવરણને પણ બચાવવામાં મદદ મળશે.
શહેરના અન્ય રસ્તાઓ પણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી બનાવાશે
બિનઉપયોગી પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરી પર્યાવરણને પણ બચાવવામાં મદદ મળશે. બીલીમોરા પાલિકાની પ્લાસ્ટિક રોડ બનાવવાની પહેલ જો સફળ રહી તો આવનારા દિવસોમાં પાલિકા શહેરના અન્ય રસ્તાઓમાં પણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરશે. જેનાથી પાલિકાની કચરા ડંમ્પિંગ સાઈટ પર ભેગા થતા કચરામાં પ્લાસ્ટિક ઘટવાથી શહેરના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. સાથે જ પાલિકાને રસ્તા બનાવવામાં થતા કરોડોના ખર્ચમાં પણ ઘટાડો થતા આર્થિક ફાયદો મળશે.
આ પણ વાંચો:આંતલિયા GIDCમાં પકડાયેલા લાખોના બાયોડીઝલ બાદ બીલીમોરાના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ