ગુજરાત

gujarat

ETV Bharat / state

17થી વધુ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર,બેનરમાં જાહેર કરી માગ

આજે અંસખ્ય લોકો નોકરી ધંધાર્થે કે શિક્ષણ મેળવવા માટે ટ્રેનના સહારે આવાગમન કરતા હોય છે. કોરોના કાળમાં અનેક ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. હજી પણ કેટલીક ટ્રેન રાબેતા મુજબ ચાલુ ન હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. નવસારી જિલ્લાના અમલસાડ ના આસપાસના 17થી વધુ ગામનાં લોકો એ ટ્રેન નહિ તો વોટ નહીં (No train no vote banner in Navsari) ના બેનરો ગામમાં મારી ચૂંટણીનો બહિષ્કાર કર્યો (Boycott of elections in Navsari) હતો.

By

Published : Nov 12, 2022, 3:20 PM IST

Etv Bharatટ્રેનના અભાવે 17થી વધુ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર
Etv Bharatટ્રેનના અભાવે 17થી વધુ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

નવસારી: ભારત દેશમાં લાઈફ લાઈન ગણાતી રેલવે અનેક લોકોને પોતાના ઘરથી નોકરી ધંધા સ્થળ સુધી નજીવા ખર્ચે પહોંચાડે છે. પરંતુ હજી સુધી ઘણી ટ્રેનો રાબેતા મુજબ શરૂ નથી કરવામાં આવી. જેને લઈને હવે ચૂંટણી સમયે અમલસાડ અને આસપાસમાં આવેલા 17 થી વધુ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચિંમકી ઉચ્ચારી (Boycott of elections in Navsari) છે અને ટ્રેન નહીં તો વોટ નહીં ના બેનરો પણ ઘરે અને ગામમાં લગાડવામાં આવ્યા છે. અમલસાડ-નવસારી વચ્ચે અંચેલી રેલવે સ્ટેશને ટ્રેન નહીં તો વોટ નહીં (No train no vote banner in Navsari) તેમજ ચૂંટણીનો બહિષ્કારના બેનરો લાગતા રાજકીય ગરમાટો આવી ગયો છે.

ટ્રેનના અભાવે 17થી વધુ ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

બેનર લગાવી વિરોધ:અમલસાડ અને નવસારી સ્ટેશન વચ્ચે આવતા અંચેલી રેલવે સ્ટેશનેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ટ્રેન મારફત આવાગમન કરે છે. પરંતુ કોરોનાકાળમાં સવારે 8:05 કલાકે આવતી વિરારથી ભરૂચ જતી અને ભરૂચથી વિરાર જતી ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે અવારનવાર માંગણીઓ કરાતી રહી હોવા છતાં, રેલવે વિભાગ કે વહીવટી તંત્ર તેને સંતોષવામાં અસમર્થ રહ્યું હતું. ટ્રેનના અભાવે મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થતા હોય છે. આખરે લોકોએ ટ્રેન નહીં તો વોટ નહીં તેમજ કોઇપણ પક્ષના હોય ચૂંટણી પ્રચાર કરવા આવશો નહીં અને અમારી માંગણી નહીં સંતોષાતા ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કારકરીએ છીએના લખાણવાળુ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details