ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના પડઘા ગામે વગર કારણે લટાર મારતો ઇસમ પોલીસના હાથે બચ્યો પણ ગ્રામજનોએ ફટકાર્યો - નવસારીમાં કોરોના

નવસારીના પડઘા ગામે લટાર મારવા નીકળેલા યુવાનને પોલીસે નહીં, પણ તેના જ ગ્રામજનોએ લાકડીથી ફટકાર્યા હતો. લોકડાઉનનો કડક પણે અમલ થાય તે માટે હવે ખુદ લોકો જ જાગૃત બની રહ્યા છે.

apeople-beat-young-man-in-padgha-village
નવસારીના પડઘા ગામે વગર કારણે લટાર મારતો ઇસમ પોલીસના હાથે બચ્યો પણ ગ્રામજનોએ ફટકાર્યો

By

Published : Mar 31, 2020, 7:36 PM IST

નવસારી: કોરોનાને લઈને જાહેર થયેલા લોકડાઉન બાદ નહીં સમજતા લોકોને સમજાવવા પોલીસે કડક પગલા ભરવા પડ્યા છે. નવસારીમાં વગર કારણે ફરતા યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. સાથે જ નવસારીના એક કલીનીકના કર્મચારીએ પણ પોલીસનો વીડિયો કેમેરામાં કંડારતો હોવાની ફરિયાદે નવસારી ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સહીત ચાર પોલીસ કર્મીઓએ તેને દંડાથી ફટકાર્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગ્રામ્ય પોલીસના ચારેય પોલીસ કર્મીઓ સામે ઉચ્ચ સ્તરે ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓને તાત્કલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસમાં નિરાશા ફેલાઈ હતી. જોકે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયાની ઘટના બાદ નવસારીમાં ઘણા લોકો ફાયદો ઉઠાવી ખોટા બહાનાઓ બતાવીને શહેરમાં લટાર મારવા લાગ્યા છે.

નવસારીના પડઘા ગામે વગર કારણે લટાર મારતો ઇસમ પોલીસના હાથે બચ્યો પણ ગ્રામજનોએ ફટકાર્યો

જો કે લોકોમાં થોડી જાગરૂકતા પણ વધતા શહેરોની સોસાયટીઓ અને ગામડાઓમાં અવર-જવર પર પ્રતિબંધ પણ મુકતા થયા છે. દરમિયાન નવસારી તાલુકાના પડઘા ગામે ગ્રામજનોએ પોલીસની કામગીરી કરી હોવાની વાત સામે આવી છે. જેમાં રાતનાં સમયે નવસારીથી પડઘા ગામમાં મિત્રને મળવા પહોંચી ગયેલ એક માલધારી સમાજના યુવકને ગ્રામજનોએ રોક્યો હતો અને તેનાં ગામમાં આવવાનું કારણ પૂછ્યું હતું. જેમાં તેણે મિત્રને મળવા આવ્યો હોવાનું જણાવી, ગ્રામજનો સાથે માથાકૂટ કરી હતી. જેમાં યુવાનને જેનું નામ આપ્યું હતું, એને ગ્રામજનોએ પુછાતા તેણે યુવાન સાથે કોઈ પરિચય જ ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ માલધારી યુવાનને બરાબરનો મેથીપાક આપી ગામમાંથી કાઢી મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉનને અઠવાડિયું વીત્યું છે. ત્યારે હવે મીડિયાના માધ્યમથી શહેરીજનો સાથે જ ગામડાનાં લોકો વધુ જાગૃત બન્યા છે. ઘણા ગામોમાં ગ્રામજનોને ગામમાંથી બહાર ન જવાના ફરમાન સાથે આવશ્યકતા સિવાય બહારની વ્યક્તિના ગામમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details