- સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જીતવા પેજ કમિટીઓની કરાઇ રચના
- નવસારીમાં 34,920 પેજ કમિટીઓ બનાવી, પોણા બે લાખ કાર્યકરો જોડાયા
- સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો પેજ કમિટી બનાવવામાં રહ્યો આગળ
- પ્રદેશ પ્રમુખના હસ્તે 50 પેજ પ્રમુખોને અપાયા આઇ-કાર્ડ
નવસારીઃ જિલ્લાના સાંસદ સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાયા બાદ પાટીલે વિધાનસભાની 182 બેઠકો સર કરવાની તૈયારી આરંભી છે. જેની પરિક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થશે. જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સર કરવા માટે માઇક્રો પ્લાનીંગ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યુ છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સમગ્ર રાજ્યમાં પેજ કમિટીઓ બનાવી 80 લાખ મતદારોને ભાજપના સમર્થક બનાવવાની કવાયત હાથ ધરી છે. જેમાં ચુંટણી પૂર્વે જ પેજ કમિટીઓ બનાવી છે. તેના પ્રમુખોને ભાજપ આઇ-કાર્ડ પણ આપવામાં આવશે. જિલ્લાના 1164 બુથો પર પેજ કમિટીઓ બનાવવામાં આવી છે. જેમાં જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ પેજ કમિટીનું કામ પૂર્ણ કરતા ગુરુવારે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હાથે 50 પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા.
પેજ કમિટીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી જીતવા અપનાવી પાટીલ નીતિ નવસારીએ પ્રથમ પેજ કમિટીઓ પૂર્ણ કરી
નવસારીના બી.આર.ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટીલે કાર્યકર્તાઓને સૌથી વહેલી પેજ કમિટીની કામીગીરી પૂર્ણ કરતા આનંદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે જણાવ્યુ હતું કે, નવસારીની પેજ કમિટીનું મોડલ સમગ્ર દેશમાં અપનાવવામાં આવશે. જિલ્લામાં અંદાજે 1200 બુથો છે જેમાંથી 1000 બુથો પર પેજ કમિટીનું કાર્ય પૂર્ણ થયું છે, જયારે આગામી બે-ત્રણ દિવસોમાં બાકીનું કામ પણ પુરૂ થશે. પેજ કમિટી દ્વારા રાજ્યમાં 80 લાખ મતદારોને જોડવાનો ટાર્ગેટ છે.
પેજ કમિટીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી જીતવા અપનાવી પાટીલ નીતિ 1164 બુથો પર 34 920 પેજ કમિટી
જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીગર દેસાઇએ જણાવ્યું કે, જિલ્લાની 4 વિધાનસભા બેઠકોના 1164 બુથો પર પેજ કમિટીઓ બનાવી છે. જેમાં 1 બુથ પર 30 પેજ કમિટી પ્રમાણે સમગ્ર જિલ્લામાં 34,920 કમિટીઓ બનાવવામાં આવી છે. જેના દ્વારા જિલ્લાના 1 લાખ 74 હજાર 6000 મતદાતાઓને ભાજપ સાથે સાંકળવામાં આવ્યા છે. ભાજપે તમામ પેજ કમિટીઓના ડેટા પણ બનાવ્યા છે. જેમાં 40 હજારની યાદી બની છે. 25 હજાર પેજ પ્રમુખોના કાર્ડ પ્રિન્ટ થઇ ગયા છે, ત્યારે બાકીના કાર્ડ પણ થોડા દિવસોમાં પૂર્ણ થતા કાર્યકર્તાઓને આપવામાં આવશે.
પેજ કમિટીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી જીતવા અપનાવી પાટીલ નીતિ