ગુજરાત

gujarat

ETV Bharat / state

Pariksha pe Charcha 2022: નવસારીના એક વાલી આજે PM Modiને 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં પૂછશે પ્રશ્ન

નવસારીના એક વાલી આજે (શુક્રવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં (Pariksha pe Charcha 2022) તેમને પ્રશ્ન (PM Modi to interact with students) પૂછશે. વડાપ્રધાનને પ્રશ્ન પૂછવા માટે તેમની પસંદગી (Navsari Guardian asks question to PM Modi) કરવામાં આવી છે.

Pariksha pe Charcha 2022: નવસારીના એક વાલી આજે PM Modiને 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં પૂછશે પ્રશ્ન
Pariksha pe Charcha 2022: નવસારીના એક વાલી આજે PM Modiને 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં પૂછશે પ્રશ્ન

By

Published : Apr 1, 2022, 8:26 AM IST

Updated : Apr 1, 2022, 8:54 AM IST

નવસારીઃ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 5 વર્ષથી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ (Pariksha pe Charcha 2022) કરી રહ્યા છે. તેઓ આ કાર્યક્રમથી ભારતના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત (PM Modi to interact with students) કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે આજે (શુક્રવારે) છઠ્ઠો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. તેમાં નવસારીના એક વાલીની પ્રશ્નોત્તરી માટે પસંદગી (Navsari Guardian asks question to PM Modi) થઈ છે.

વડાપ્રધાન 2 કલાક વાલીઓ વિદ્યાર્થીઓને આપશે માર્ગદર્શન

આ પણ વાંચો-રીવાના હર્ષનું અનોખું ઉપકરણ: PM મોદીએ કર્યા વખાણ,'પરીક્ષા પે ચર્ચા' માટે શુક્રવારે દિલ્હી બોલાવ્યો

પરીક્ષા દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ -પરીક્ષા દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. તેમાં પણ વિદ્યાર્થી કાળમાં શાળા પરીક્ષાઓ તેમજ મહત્વની એવી બોર્ડ પરીક્ષાઓ જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે. પરીક્ષાની ચિંતા અથવા ડરને કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઈ ઘણી વાર અજુગતું પગલુ ભરી લેતા હોય છે. ત્યારે ભારતના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષાનો ડર નહીં, પણ ઉત્સાહ સાથે ઉત્સવ મનાવે, એવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ (Pariksha pe Charcha 2022)કરતા હોય છે.

વડાપ્રધાન દેશભરના વાલીઓ અને વિદ્યાર્થીઓને આપશે માર્ગદર્શન

આ પણ વાંચો-Dwarka HSC exam: સમગ્ર રાજ્યની સાથો સાથ દ્વારકા જિલ્લામાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ

વડાપ્રધાન 2 કલાક વાલીઓ વિદ્યાર્થીઓને આપશે માર્ગદર્શન -આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (1 એપ્રિલે) શુક્રવારે સવારે 10થી 12 વાગ્યા સુધીના 2 કલાક મોદી પરીક્ષા પે ચર્ચામાં લાઈવ (Pariksha pe Charcha 2022) જોડાશે. તેમાં વાલીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે. ત્યારે સમગ્ર ભારતમાંથી પસંદગી પામેલા 40 વાલીઓમાંથી નવસારીની (Navsari Guardian asks question to PM Modi) એક અંગ્રેજી માધ્યમની શાળાના વાલીની પણ પસંદગી થઈ છે. તેઓ વડાપ્રધાનના આ કાર્યક્રમમાં લાઈવ પ્રશ્નોત્તરીમાં જોડાશે.

PM Modi કરશે પરીક્ષા પે ચર્ચા

જિલ્લાના 75,000થી વધુ વિદ્યાર્થીઓ જોશે પરીક્ષા પે ચર્ચા-વડાપ્રધાનની છઠ્ઠી પરીક્ષા પે ચર્ચાને લાઈવ (Pariksha pe Charcha 2022) નિહાળી શકાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની સરકારી, અર્ધસરકારી અને ખાનગી 700થી વધુ શાળામાં વ્યવસ્થા કરી છે. તેમાં 88 શાળાઓમાં મોટી સ્ક્રીન પર કાર્યક્રમ નિહાળી શકાય એવી વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ધોરણ 6, 7, 8, 9 અને 11ના 75,000થી વિદ્યાર્થીઓ, 6,000થી વધુ શિક્ષકો અને 19,000થી વધુ વાલીઓ નિહાળશે, એવી વ્યવસ્થા કરી છે.

Last Updated : Apr 1, 2022, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details