માતા પિતાએ બાળકોની હત્યા કરી પોતે પણ કરી લીધો આપઘાત નવસારી:નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટા વાંસદામાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લીધો હોય તેવી એક ઘટના સામે આવી છે. બંને પૌત્રીઓ પણ મૃત હાલતમાં મળી આવી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ વાસદા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બે બાળકીઓના મૃત્યુ પ્રકરણમાં પતિ પત્ની સામે હત્યાનો અને દંપતીના મોત મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હસતો રમતો પરિવાર વિખેરાઇ ગયો. બાળકોની હત્યા બાદ આપઘાત:નવસારી જિલ્લામાં આવેલા વાસદા તાલુકાના રવાણીયા ગામે ઘરના મોભીએ પત્ની સાથે મળીને બાળકોની હત્યા કર્યા બાદ પતિ પત્નીએ પણ મોતને વાલુ કરતા ચકચાર મચી જવા પામી છે. વાંસદા તાલુકાના રવાણીયા ગામે બોરી ફળિયામાં રહેતા 39 વર્ષીય ચુનીલાલ ગાવીત દમણ ખાતે આવેલી યુનિબેજ આયુર્વેદિક કંપનીમાં નેટવર્ક માર્કેટિંગની નોકરી કરતો હતો. ચુનીલાલના પરિવારમાં પત્ની તનુજા બે દીકરી હતા પરિણીત હોવા છતાં તેની સાથે કામ કરતી ડાંગની યુવતી જોડે તેના લગ્ન સંબંધ બનતા તેની પત્ની તનુજા વચ્ચે ઝઘડાના દોર શરૂ થયા હતા. તેથી ચુનીલાલ માનસિક તણાવમાં રહેતો હતો.
મૃતક બંને બાળકો અને પતિ-પત્નીની તસવીર અંતિમ દિવસને ભરપૂર માણ્યો: આ દરમિયાન પત્ની તનુજા અને ચુનીલાલ વચ્ચે ફરી સંબંધો સુધરી જતા બંને પતિ-પત્નીએ એક સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો જેમાં તેઓએ એક દિવસનું જીવન જીવી લઈએ તે રીતે ચુનીલાલ પત્ની તનુજા અને બંને દીકરી 7 વર્ષની કશીશ અને 4 માસની દિત્યા સાથે ફરવા માટે નીકળ્યા હતા. ચુનીલાલે પરિવાર સાથે નવા કપડાની ખરીદી પણ કરી અને નવા કપડાં પહેરી દુકાનમાં ફોટા પણ પાડ્યા હતા. બાદમાં તેઓ પરિવાર સાથે હોટલમાં જઈ સાથે ભોજન કરી જીવનના અંતિમ દિવસને ભરપૂર માનવાનો પ્રયાસ કર્યો હતો.
ગળું દબાવી બાળકોની હત્યા:મોડી રાત્રે તેઓ પોતાના ઘરે પહોંચ્યા હતા તે તેમના પરિવારે પણ જોયું હતું. ત્યારબાદ ચુનીલાલનો પરિવાર રૂમમાં જઈને સુઈ ગયા હતા. રાત્રિના સમયે ચુનીલાલ અને તેની પત્ની તનુજાએ તેમની લાડકવાઈ બંને દીકરીઓ કશીશ અને દિતિયાને પ્રેમનું આલિંગન આપ્યા બાદ ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં પતિ પત્નીએ પણ ઘરની પજારીમાં લાકડાના મોભ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો. સવાર થતા જ બાળકોના કલરવ ન થતા ચુનીલાલના પિતા જોવા ગયા હતા પરંતુ પુત્ર અને પુત્રવધુને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમના પણ પગ ધ્રુજી ગયા હતા.
આ પણ વાંચોLooteri Dulhan : 22 વરરાજાને લૂંટનારી દુલ્હન લૂંટાઈ ગઈ, જાણો કેવી રીતે મુસ્લિમ યુવકની જાળમાં ફસાઈ
પોલીસે તાપસ શરૂ કરી: નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર ચુનીલાલના દમણ ખાતે દવાની કંપનીમાં કામ કરતા હોય અને ત્યાં કામ કરતી યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોય એ બાબતનું મનદુઃખ ઘર કંકાશ ચુનીલાલ અને તેની પત્ની તનુજા વચ્ચે થતા બંને પતિ પત્નીએ રાત્રિના સમયે પોતાના બાળકોનું પણ ગળું દબાવી હત્યા કરી પોતે પણ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં બાળકોની હત્યામાં મૃતક પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો અને બીજા કેસમાં પતિ પત્નીના અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતકોના વિશેરા સેમ્પલ સહિત જરૂરી સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોSharpshooter caught in Ahmedabad: કુખ્યાત અરવિંદ સિંગ બિકાનો શાર્પશૂટર હથિયારો સાથે અમદાવાદમાં ઝડપાયો