ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime: પાપ છુપાવવા પુત્રને પતાવી દીધો, 3000થી વધુ ફોન નંબર સ્કેન કર્યા બાદ મળી કડી - Parents killed a child in Navsari

સમય બદલાતા સમાજ બદલાઇ ગયો છે માતા-પિતાના સંબધો બાળકોના જીવ લઇ રહ્યા છે. નવસારી પોલીસને એક મૃત બાળક મળી આવ્યું હતું જેની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઇ.

Navsari Crime: બદનામીના ડરથી પ્રેમના અંશની બલી, વાલીએ કરી વ્હાલાની હત્યા
Navsari Crime: બદનામીના ડરથી પ્રેમના અંશની બલી, વાલીએ કરી વ્હાલાની હત્યા

By

Published : Feb 16, 2023, 12:19 PM IST

Updated : Feb 16, 2023, 1:45 PM IST

બદનામીના ડરથી પ્રેમના અંશની બલી, વાલીએ કરી વ્હાલાની હત્યા

નવસારીના:વાંસદા તાલુકામાં અનૈતિક સંબંધોને છુપાવવા એક માસૂમ બાળકની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. ડેમના પાણીમાંથી બાળકની લાશ મળ્યા બાદ પ્રકાશમાં આવેલ આ કિસ્સામાં પોલીસે ભારે જહેમત બાદ રેગિસ્તાનમાંથી સોય શોધી હોય તેમ હત્યારા માતા પિતાની ધરપકડ કરી છે. પોલીસે એક મહિનામાં 7,000 થી વધુ નવજાતમાંથી 870 બાળકો અલગ તારવી કડી મેળવી અને અંતે બંને પ્રેમીઓની ધરપકડ કરી છે.

ગર્ભવતી બની:નવસારીના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે રહેતો અને ડ્રાયવર 36 વર્ષીય વિનોદ માહલને 5 વર્ષ અગાઉ વલસાડના ધરમપુર તાલુકાના આસુરા ગામે પતિથી અલગ રહેતી સુલોચના રાઉત સાથે આંખ ચાર થઈ હતી. બંને પરિણીત હોવા છતાં તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો અને એ પ્રેમના ફળ સ્વરૂપ સુલોચના વિનોદ થકી ગર્ભવતી બની હતી. જેમાં 9 વર્ષનો દિકરો હોવા છતાં અને પતિથી અલગ પ્રેમી થકી ગર્ભ રહેતા સુલોચનાએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો. આસુરા ગામે કોઈને ખબર ન પડે એટલે સુરતના માંડવી તાલુકાના કરંજ ગામે રહેવા જતી રહી હતી. જ્યાં વિનોદની પત્ની તરીકે રહી અને ગત 19 નવેમ્બર 2022 ના સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.

મન બનાવી ચુક્યો:સુલોચના અને વિનોદે તેમના બાળકનું નામ પૂર્વાંશ રાખ્યુ હતું. પરંતુ બંને પરિણીત હોવા છતાં પૂર્વાંશ જન્મતા સમાજમાં બદનામી થવાના ડરે વિનોદ પૂર્વાંશનો કાંટો કાઢી નાંખવાનું મન બનાવી ચુક્યો હતો. જેથી વિનોદે સુલોચનાને મનાવી અને પોતાના જ પ્રેમના અંશ પૂર્વાંશને મારી નાંખવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેના આધારે એક મહિના અગાઉ વાંસદા બજારમાંથી વિનોદે એક ગુટકાનો થેલો ખરીદ્યો હતો. બાદમાં પૂર્વાંશને લઈ જૂજ ડેમના કેચમેન્ટના રાયબોર ગામે પહોંચ્યો હતો. જ્યાં પોતાના જ જિગરના ટુકડાને જ્યાં મોઢે હાથ મુકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ પણ વાંચો Navsari News : ધારાસભ્યનો નિર્ધુમ ચુલો આદીવાસીઓ માટે નવું જીવન લાવ્યો

મૃતદેહ પોલીસને મળ્યો:ગુટકાના થેલામાં બેબી નેપકીન સાથે વીંટાળેલા અને કોઈની નજર ન લાગે એ રીતે કાળા ટીકા કરીને તૈયાર કરેલા મૃત પૂર્વાંશને મૂક્યો હતો. જેની સાથે થોડા રમકડાં પણ મુક્યા હતા. વિનોદે થેલાના હુક સાથે વજનદાર પથ્થર બાંધી તેને ડેમના પાણીમાં ફેંકી દીધો હતો. પરંતુ કુદરતને કંઈ ઓર જ મંજૂર હતુ.પથ્થર સાથે ડેમમાં પડેલ થેલો છૂટો પડ્યો અને કિનારે આવી જતા પૂર્વાંશનો મૃતદેહ પોલીસને મળ્યો હતો.

આ પણ વાંચો Corruption in Navsari: સરકારે આપેલી 29 લાખની ગ્રાન્ટ સરપંચ કરી ગયાં ચાઉં, DDOએ કર્યા સસ્પેન્ડ

કોઈ કડી મળી:વાંસદાના જુજ ડેમના કેચમેંટ એરિયાના કિનારેથી મળેલા મૃત પૂર્વાંશનો કબ્જો મેળવ્યા બાદ વાંસદા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. પરંતુ બાળકનો હત્યારો શોધવો પોલીસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. પોલીસે શરૂઆતમાં પેમ્પ્લેટ બનાવ્યા અને વાંસદા સહિત ધરમપુર, ડાંગના સાપુતારા, મહારાષ્ટ્ર બોર્ડર સુરગાણા, સુરત અને તાપી જિલ્લાના આદિવાસી પટ્ટામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને કોઈ કડી મળી ન હતી.

આશા વર્કરોને કામે લગાડી:પોલીસે તપાસની દિશા બદલી અને નવસારી, વલસાડ, ડાંગ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની સરકારી, ખાનગી હોસ્પિટલોમાં બે મહિનામાં જન્મેલા 7800 બાળકોની માહિતી મેળવી. તેમાંથી 870 પુરૂષ બાળકોને અલગ તારવી આશા વર્કરોને કામે લગાડી હતી. મૃતક પૂર્વાંશ પરથી મળેલ બેબી નેપકીન અને અન્ય વસ્તુઓ સાથે 5 અલગ અલગ ટીમ બનાવી તપાસ આરંભી. મોબાઈલ લોકેશનને આધારે 3 હજારથી વધુ નંબરોને પણ તપાસ્યા હતા. બાળકની હત્યારાને શોધવાની ચેલેન્જ ઉપાડીને તપાસ કરી રહેલા PI એમ. બી. ચૌધરી અને તેમની ટીમને સફળતા મળી હતી.

બાતમી આપી:ખાટાઆંબાના વિનોદ માહલાને લગ્નેત્તર સંબંધ થકી પ્રેમિકાને બાળક હતુ. હાલમાં દેખાતું ન હોવાની ખાનગી વ્યક્તિએ બાતમી આપી હતી. એક પછી એક કડી જોડાતી ગઈ. પોલીસે વિનોદ માહલાને પકડી લાવી કડકાઈથી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો. સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેથી પોલીસે પ્રેમી વિનોદ અને પ્રેમિકા સુલોચનાની ધરપકડ કરી બંનેના DNA ટેસ્ટ કરાવવા સાથે તપાસને વેગ આપ્યો છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જેમાં ખાસ પૂર્વાંશને મોતને ઘાટ ઉતારવાનો જ હતો તો વ્યવસ્થિત તૈયાર કેમ કર્યો અને તેની સાથે રમકડાં કેમ મુક્યા એ સહિત અનેક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરાશે.

આ કેસ પોલીસ માટે ઘણો પડકારરૂપ હતો. પોલીસે આમાં અલગ અલગ 15-16 ટીમો બનાવી જીણવટ ભરી તપાસ કરી હતી. અલગ અલગ હોસ્પિટલ માં છ મહિનામાં જન્મેલા બાળકોની યાદી લઇ 870 જેટલા બાળકોમાંથી બાળક અને બાળકી ની યાદી અલગ કરી 135 બાળકોની યાદી અલગ કરી બાળકના પહેરવેશ નિકિટ અંગે આશા વર્કર બહેનોની પણ મદદ લઈ માહિતી મળી હતી. જેમાં માહિતી મળી હતી કે ખાટા આંબા ગામે એક દંપતિનું બાળક થયું હતું. પણ હાલમાં તેઓ પાસે નથી તેથી તેમની સદન પૂછપરછ જ કરતા એમણે કબુલાત કરી હતી. અનૈતિક સંબંધોના થકી આ બાળક જન્મ્યું હતું. તેથી બદનામીના ડરથી તેઓ કાવતરું રચી બાળકને મોઢું દબાવી મારી નાખ્યું હતું. વિમલના થેલામાં ભરી જુઝ ડેમમાં ફેક્યું હતું. વાસદા પોલીસમાં બંને આરોપી વિરોધ આઈપીસી કલમ 302 201 120 ગુનો નોંધી આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે--એસ.કે રાઈ (ડીવાયએસપી નવસારી)

Last Updated : Feb 16, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details