ગુજરાત

gujarat

ETV Bharat / state

પારસી લોકોનું નવું વર્ષ પતેતી, નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ - ગુજરાતમાં પારસીઓની નવા વર્ષની ઉજવણી

દક્ષિણ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓએ કોરોના કાળમાં નવસારીના તરોટા બજાર સ્થિત અગિયારીમાં પાક આતસ બહેરામને પ્રાર્થના કરી, હર્ષોલ્લાસ સાથે આજે પતેતી 1390મું નવરોઝ (નવું વર્ષ) ઉજવ્યું હતું.

parasi people news year
નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ

By

Published : Aug 16, 2020, 4:15 PM IST

નવસારીઃ હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા અને અહીં તેમને ઇરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો હતો. જેથી પારસીઓ નવું સારી નામ આપી અહીં વાસી ગયા હતા. જે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.

નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ

હજારો વર્ષોની પરંપરા અનુસાર 10 દિવસના મુક્તાદ એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ આજથી પારસીઓના 1390માં નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે પારસીઓએ સાદાઈથી પતેતીની ઉજવણી કરી હતી. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી હતી.

નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ

આ સાથે જ કોરોના મહામારીથી વિશ્વને બચાવવા પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે નવરોઝની મુબારકબાદી આપી હતી.

નવસારીના પારસીઓએ સાદાઈથી ઉજવ્યું નવરોઝ

ABOUT THE AUTHOR

...view details