ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી સિવિલ હોસ્પિટલને હવામાંથી એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ મળ્યો

નવસારીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં વધેલા કોરોના કેસોમાં ઓક્સિજન જરૂરી થઇ પડયો હતો. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન વર્તાય એટલે તંત્ર દ્વારા પાંચ ઓક્સિજન ટેન્ક ભાડે લાવવામાં આવી હતી. પરંતુ નવસારીના સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં L&T કંપની દ્વારા 65 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ નવસારી સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ ભેટમાં મળતા હવે સિવિલના કોરોના દર્દીઓને ઓક્સિજન બોટલો ઉપર આધાર રાખવો નહીં પડે.

નવસારીમાં સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટ કરાયો અર્પણ
નવસારીમાં સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટ કરાયો અર્પણ

By

Published : May 24, 2021, 7:03 AM IST

  • નવસારીમાં સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટ કરાયો અર્પણ
  • ઓક્સિજન પ્લાન્ટ મળતાં હવે સિવિલને ઓક્સિજન બોટલો ઉપર આધાર રાખવો નહીં પડે
  • નવસારી સિવિલ હોસ્પિટલને હવે ઓક્સિજનની ચિંતા થશે ઓછી

નવસારી: કોરોનાની બીજી લહેરે નવસારી જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો. જેમાં કોરોના દર્દીને ઓક્સિજનની તરત જ જરૂર પડતી હતી. ગઈ માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં થયેલા ધરખમ વધારાને કારણે, નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. જેને પહોંચી વળવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 1,000 લિટરના પાંચ ઓક્સિજન પોટ્રા ટેન્ક ભાડે લેવામાં આવ્યા હતા. જેનાથી સિવિલમાં સારવાર લેતા કોરોના દર્દીઓને સેન્ટ્રલાઈઝ ઓક્સિજન પાઇપ લાઈન દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. પરંતુ આ ટેન્કોને પણ સુરતના ઓક્સિજન પ્લાન્ટ લઈ જઈ ભરવામાં આવતા હતા.

નવસારી સિવિલ હોસ્પિટલને હવે ઓક્સિજનની ચિંતા થશે ઓછી

આ પણ વાંચો: થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ગૌતમ અદાણીના સહયોગથી બનાવેલા ઓક્સિજન પ્લાન્ટનું જિલ્લા કલેક્ટરે ઉદ્ઘાટન કર્યુ

65 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ

સિવિલમાં જ ઓક્સિજન જનરેટ થઈ શકે એવા પ્રયાસો સાથે આજે હવામાંથી એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન જનરેટ કરી શકે એવો 65 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ L&T કંપની દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલને દાન કરવામાં આવ્યો છે. જેને આજે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કંપનીના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યો હતો. જો કે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કાર્યક્રમમાં નેતાઓ અને હોસ્પિટલ તંત્ર સોશિયલ ડિસ્ટન્સને ભૂલ્યા હતા. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

નવસારી સિવિલને હવામાંથી 200 લીટર ઓક્સિજન જનરેટ કરશે

નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વર્તાતા તંત્ર દ્વારા અગાઉ પંજાબથી હવામાંથી 200 લીટર ઓક્સિજન જનરેટર કરતો પ્લાન્ટ મંગાવાયો હતો. જેને સ્થાપિત કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. પરંતુ ટેક્નિકલ ખામીને કારણે આ પ્લાન્ટને શરૂ થવામાં વિલંબ થયો હતો. જો કે આજે નવો 500 લીટરનો પ્લાન્ટ મળતા હવે સિવિલ હોસ્પિટલમાં એક મિનિટમાં 700 લીટર ઓક્સિજન જનરેટ કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details