ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદે અબોલ પશુઓનો લિધો ભોગ, પાંજરાપોળમાં છવાયો માતમ - નવસારીમાં વરસાદ

નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ખડસુપા ગામની (cows died in Panjrapole at Khadsupa )પાંજરાપોળમાં એક સાથે 100 થી વધુ ગાયોના મોત થયા છે. પશુ પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ છે. આ પાંજરાપોળમાં 1200 થી વધુ ગાયોને રાખવામાં આવી હતી. આ પાંજરાપોળમાં 8 ફૂટથી વધું પાણી ભરાયા હતા.

નવસારી પાંજરાપોળમાં 100 થી વધુ ગાયોના મોત
નવસારી પાંજરાપોળમાં 100 થી વધુ ગાયોના મોત

By

Published : Jul 15, 2022, 6:28 PM IST

નવસારી:નવસારીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ (Flood situation in Navsari) ગયા છે. જ્યારે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાતા NDRFની ટીમ અહીં (NDRF Rescue Operation in Navsari) ફસાયેલા લોકો માટે મેગા ઓપરેશન કરી રહી છે. શહેરના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ખડસુપા ગામની પાંજરાપોળમાં એક સાથે 100 થી વધુ ગાયોના મોત થયા છે.

નવસારી પાંજરાપોળ

આ પણ વાંચોઃનવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

100 થી વધુ ગાયોના મોત - નવસારીના પશુ પ્રેમીઓમાં દુઃખની લાગણી (cows died in Panjrapole at Khadsupa )છવાઈ છે. જ્યારે ગાયોને રેસ્ક્યુ કરવા માટેની કામગીરીમાં સરકારી તંત્ર જોતરાયુ છે. શહેરના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી પાંજરાપોળમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રણાલી ખાડીના પાણી ભરાવાના કારણે આઠ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ પાંજરાપોળમાં 1200 થી વધુ ગાયોને રાખવામાં આવી હતી. પરંતુ પૂરના પાણીના કારણે ગાયોના મોટા પ્રમાણમાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃલાઈફ સેવર ગૃપે 14 કલાકથી સંપર્કવિહોણા બનેલા લોકોનો બચાવ્યો જીવ

પશુ પ્રેમીઓ રડતા નજરે પડ્યા -જિલ્લા તંત્રને પશુ પ્રેમીઓ દ્વારા જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ (Navsari Panjrapol)ધરવામાં આવ્યું છે. વડોદરાની NDRFની ટીમની મદદ (Khadsupa village Panjrapol)લેવામાં આવી રહી છે. મામલતદાર અને પશુ પ્રેમીઓ ખડસુપા પહોંચીને ગાયોને વહેલી તકે પાણીથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગાયોની સેવામાં સદાય તત્પર રહેતા પશુ પ્રેમીઓ એક સાથે મોટા પ્રમાણમાં ગાયોના મોત નીપજતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પશુ પ્રેમીઓ રડતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details