ગુજરાત

gujarat

ETV Bharat / state

મને ટિકિટ મળતા વિરોધીઓને જવાબ મળી ગયો: સી.આર પાટીલ - bjp

નવસારી: લોકસભાની ચૂંટણીને લઈ BJPએ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં નવસારી લોકસભા બેઠક પરથી વર્તનમાન સાંસદ સી.આર.પાટીલના નામની જાહેરાત કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ સી.આર.પાટીલે કોળી સમાજના બેનર વિવાદને લઇને સૌ પ્રથમવાર પ્રતિક્રિયા ETV BHARATને આપી હતી.

ફાઇલ ફોટો

By

Published : Mar 24, 2019, 2:54 PM IST

Updated : Mar 24, 2019, 6:43 PM IST

વર્તમાન સાંસદ સી.આર પાટીલે કહ્યું કે, પાર્ટીએ મારા પર ભરોસો મૂકી ફરી ટિકિટ આપી છે. છેલ્લા બે ટર્મથી ચૂંટાઈ આવવાનું કારણ મોદી સરકારની વિવિધ યોજનાઓનો લોકોને લાભ મળ્યો છે. સામાન્યથી લઈ દરેક વર્ગના લોકોની વાતો સાંભળવામાં આવી છે. આગામી દિવસોમાં વિકાશના મુદ્દે ચૂંટણીનો લક્ષ્યાંક રહેશે.

સાંસદ સી.આર.પાટીલ

વધુમાં કહ્યું કે, જે લોકો વિરોધ કરતા હતા. તેઓને જવાબ મળી ગયો છે. મારા વિરુદ્ધ બેનર વોર શરૂ કરવામાં આવી. તે કોંગ્રેસ પ્રેરિત હતી. ચોક્કસ નવસારી લોકસભા બેઠક પર કોળી સમાજે કોળી ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. જો કે કોળી સમાજે મારો વિરોધ કર્યો. એ વાત સદન ખોટી છે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ નવસારી જિલ્લામાં આડકતરી રીતે વર્તમાન સાંસદ સી.આર.પાટીલનો વિરોધ કરતા કોળી પટેલ સમાજને હથકંડો બનાવતા બેનરો જાહેર માર્ગો પર લગાવવામાં આવ્યા હતા. જેને લઇને સાંસદે પહેલી વખત વાત કરી હતી.


Last Updated : Mar 24, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details