ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં હાહાકાર: વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ - નવસારી એકનું મોત

ગુજરાતમાં દક્ષિણ અને મધ્ય ગુજરાત પર મેઘરાજા (Massive Rainfall in Gujarat) મન મૂકીના વરસી રહ્યા છે. જેના કારણે આ બન્ને પંથકના જિલ્લાઓમાં સ્થિતિ (Monsoon in Gujarat) જળ અને જમીન એક થઈ ગયા હોય એવી થઈ ગઈ છે. નવસારીમાં એક વૃદ્ધાનું પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યું થયું છે.

નવસારીઃ વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ
નવસારીઃ વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ

By

Published : Jul 11, 2022, 4:27 PM IST

Updated : Jul 11, 2022, 7:26 PM IST

નવસારીઃનવસારીમાં 75 વર્ષીય વૃદ્ધાનુ પૂરના પાણીમાં ડૂબી જવાથી (one person died Navsari) મોત થયું છે. સતત અને સખત વધી રહેલા વરસાદને કારણે નવસારીની સ્થિતિ સ્થળ ત્યાં જળ જેવી (Waterlogged in Navsari) થઈ હતી. વરસાદને કારણે જનજીવનને માઠી (Navsari Rain Affected Area) અસર પહોંચી છે. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત (Navsari law Laying Area) વરસાદ વરસી રહ્યો છે. રાહતનો વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. વરસાદને કારણે નવસારી શહેરમાં રવિવારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા અને સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 12 કલાકની ઉપરનો સમય થયો છતાં નથી ઓસરી રહ્યા પાણી, તંત્રની ખૂલી પોલ

પાણીમાં ડૂબતા મૃત્યુંઃવરસાદી પાણી ઓરર્યા બાદ કરુણ ઘટના સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 13 દશેરા ટેકરી બાલાપીર દરગાહની પાછળની ખાડીમાં પાણી ભરાયાં હતાં. જેમાં કાચા મકાનમાં 75 વર્ષીય લખીબેન છગનભાઈ રાઠોડ રહેતા હતા. જ્યારે તેઓ ઘરમાં એકલા હતા. આસપાસ પાણી ભરાતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા. પાણીનો ભરાવો થતા વૃદ્ધાએ નજીકમાં રહેલી બીજી શેરીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યાં તેઓ પડી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સવારના સમયે એમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ છોટા ઉદેપુરમાં મેઘ તાંડવ, આ રીતે લોકોને કરવામાં આવ્યા રેસક્યૂ

પરિવારમાં શોકઃ આ મૃતક વૃદ્ધાના પુત્ર બાજુના જ વિસ્તારમાં એના પરિવાર સાથે રહે છે. વૃદ્ધાના અવસાનના વાવડ જાણીને પરિવારમાં માતમનો માહોલ છે. પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારના તમામ લોકોને બાજુની શાળામાં સ્થળાંતર કરવાનું કહેવાયું હતું. પણ આ વૃદ્ધા કોઈ કારણોસર ઘરમાં એકલા રહી ગયા હતા. જેનું પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યું થયું હતું.

Last Updated : Jul 11, 2022, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details