- પીડિતાએ પ્રથમ સોરી કહ્યા બાદ સંજીવભાઈને મેસેજ કરી માગી હતી મદદ
- પોતાને મારી નાંખશેની વાત સાથે રાત્રે 11.31એ પીડિતાએ કર્યો હતો મેસેજ
- સંજીવભાઈએ સવારે 8.41એ પૂછ્યું તું ક્યાં છે?
નવસારી: શહેરની આશાસ્પદ દિકરી (navasari girl) વડોદરાની એક જાણિતી સંસ્થાની હોસ્ટેલમાં રહીને છેલ્લા ત્રણ વર્ષોથી અભ્યાસ કરી રહી હતી. સાથે જ સંસ્થા સાથે જોડાઇને સંસ્થાનું કામ પણ કરતી હતી અને તેનું સપનું લેખિકા બનવાનું હતુ પરંતુ સપનુ પુરૂ થાય એ પૂર્વે પીડિતાએ અન્યોને કારણે ફાની દુનિયા છોડી દેવાનો વારો આવ્યો હતો.
પીડિતાના whatsapp મેસેજથી આત્હત્યાને બદલે હત્યાની શક્યતા વધી
ગત 29 ઓક્ટોબરે પીડિતાને રસ્તામાં આંતરી બે અજાણ્યા રિક્ષા ચાલકોએ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ (rape on navasari girl) આચર્યુ હતુ. જેના થોડા જ દિવસોમાં ગત 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલ્વે સ્ટેશને ગુજરાત ક્વીનના (Gujarat Queen Train) ડબ્બામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો મૃતદેહ મળ્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાની આત્મહત્યાની તપાસમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનુ, તેના વડોદરા સ્થિત રૂમમાંથી મળેલી ડાયરીમાંથી સામે આવતા જ રેલવે પોલીસ સહિત કુલ 5 ટીમ તપાસમાં જોતરાઇ હતી. પોલીસની અલગ અલગ ટીમો એક પછી એક કડી જોડી, આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે પણ પોલીસને સફળતા મળી નથી.
સંસ્થાના સંજીવભાઈને પ્રથમ સોરી કહેવાનું કારણ શું ?
નવસારીની દિકરીએ (rape on navasari girl) પોતાની સાથે ઘટેલી હેવાનિયતની ઘટના બાદ પણ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળી હોવાથી પીડિતા ઘરે આવી હતી. ઉદાસ રહેતી પીડિતા તહેવારોમાં પણ સંસ્થાનાં કામમાં પરોવાયેલી હતી. ગત 3 નવેમ્બરે પીડિતા પોતાના ઘરેથી બેગ પેક કરીને મરોલી જવા નિકળી હતી પરંતુ એ જ દિવસે રાત્રે ગુજરાત ક્વીનમાં પરત ફરતી વખતે તેની સાથે કૈક અજુગતું થવાનો અણસાર દિકરીને આવ્યો હતો. પીડિતાએ તેને બચાવવા મદદની માંગણી સાથે 3 નવેમ્બરની રાત્રે 11.31 વાગ્યે સંસ્થાના સંજીવભાઈને મેસેજ કર્યો હતો પરંતુ મેસેજની શરૂઆતમાં પીડિતાએ SORRY શબ્દનો ઉપયોગ કરી સંજીવભાઈને બચાવવા વિનંતી કરી હતી.