- થર્ટી ફર્સ્ટની પાર્ટીને ધ્યાને લઇ દમણથી વિદેશી દારૂની હેરાફેરી
- પોલીસની સઘન તપાસ દરમિયાન દારૂ ભરેલી કાર પકડાઇ
- પોલીસે દારૂ ભરાવી આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
નવસારી: વર્ષ 2020ના અંતિમ દિવસે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરી લોકો કાયદાનો ભંગ ન કરે એટલે નવસારી જિલ્લા પોલીસ એક્ટીવ બની છે. જેમાં ચીખલી પોલીસે હાઇવે પરથી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં તપાસ દરમિયાન સમરોલીનો બુટલેગર વેચવા માટે 1 લાખ રૂપિયાનો વિદેશી દારૂ લઇને આવતો હતો, જે પારડીના બુટલેગરે ભરાવી આપ્યો હતો. આ મામલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
થર્ટી ફર્સ્ટે પર દારુ વેચવા માટે લઈ જતા ઈસમની ધરપકડ
થર્ટી ફર્સ્ટની પાર્ટી મોટા પાયે અને ચોરી છુપી યોજાતી હોય છે. જેમાં પણ નવસારીના નજીકના દમણથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ નવા વર્ષને આવકારવા માટેની યોજાતી પાર્ટીઓમાં પહોંચાડતો હોય છે. પરંતુ થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને એલર્ટ બનેલી ચીખલી પોલીસે ગુરૂવારે ચીખલી ચાર રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ. તપાસ દરમિયાન વલસાડ તરફથી આવેલી સફેદ રંગની ઇકો કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ૧,૦૩,૩૫૦ રૂપિયાની વ્હીસ્કી-બીયરની કુલ ૪૧૩ બાટલીઓ મળી આવી હતી.