- Navsari Civil Hospitalની નવી ઈમારત કાર્યરત છતાં ખખડધજ ઈમારતમાં ચાલે છે ઓપીડી
- OPD વિભાગના રૂમ નં. 5ના ECG રૂમમાં અચાનક સ્લેબના પોપડા ખરી પડ્યાં
- વારંવારની રજૂઆતો બાદ પણ ઓપીડી ન ખસેડાતાં સ્ટાફમાં રોષ
નવસારી : 80 વર્ષથી પણ જૂની નવસારી સિવિલ હોસ્પિટલની (Navsari Civil Hospital) ખખડધજ થયેલી જૂની ઈમારતમાં ચાલતા ઓપીડીમાં (Navsari Civil Hospital OPD) ઇન્જેક્શન રૂમમાં આજે સવારે સ્લેબનો ભાગ તૂટતાં નર્સિંગની વિદ્યાર્થિની ઘાયલ થઇ હતી. જેને લઈને જર્જરિત ઈમારતમાંથી ઓપીડી વિભાગ ખસેડવાની માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, નવસારી સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ કાર્યરત થઇ ગઇ હોવા છતાં, જૂની અને જર્જર ઈમારતમાં ઓપીડી (OPD) વિભાગ ચાલુ રાખવા મુદ્દે પ્રશ્નાર્થ ઉભા થયાં છે.
80 વર્ષથી જૂની ઈમારતમાં ચાલતી OPD ખસેડવાની માગ
ગાયકવાડી નગરી નવસારીમાં 80 વર્ષ અગાઉ આરોગ્યને ધ્યાને રાખીને રેલવેે સ્ટેશન નજીક શરૂ કરવામાં આવેલી હોસ્પિટલ આજે નવસારી સિવિલ હોસ્પિટલ (Navsari Civil Hospital ) તરીકે જાણીતી બની હતી. વર્ષો વિતતા સિવિલનું મકાન જર્જરિત થતાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાજુમાં જ નવું મકાન બનાવી એમાં હોસ્પિટલ કાર્યરત પણ કરી દીધી છે. પરંતુ સિવિલ હોસ્પિટલની જનરલ ઓપીડી (Navsari Civil Hospital OPD) આજે પણ જર્જરિત થયેલી જૂની ઈમારતમાં ચાલી રહી છે. જેમાં આજે સવારે નવસારીની અગ્રવાલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની માનસી પટેલ રૂમ નં. 5માં આવેલા ECG રૂમમાં હતી. દરમિયાન અચાનક ઉપરથી સ્લેબનો મોટો ટુકડો તેના પર પડતા માથા અને ખભાના ભાગે ઈજા થઇ હતી. જેથી તેની સાથેની અન્ય વિદ્યાર્થિનીઓ તેને સારવાર અર્થે લઇ ગઈ હતી. ઘટના બાદ ઓપીડી (OPD) વિભાગમાં કામ કરતા સિવિલ સ્ટાફે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. કારણ વારંવારની રજૂઆતો બાદ પણ ઓપીડી બદલાતી નથી. જોકે સમગ્ર મુદ્દે સિવિલ સર્જને વિદ્યાર્થીને બહું વાગ્યું ન હોવાનો રાગ આલાપી અઠવાડિયામાં ઓપીડી બદલવાની શેખી મારી હતી.
આ પણ વાંચોઃ નવસારી સિવિલના ઉપરી અધિકારીઓના ત્રાસથી નર્સે જીવન ટૂંકાવ્યું, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની અટકાયત