નવસારીસમગ્ર દેશમાં NIAની ટીમ પીએફઆઈ કનેક્શનની તપાસ (PFI Connection) માટે દરોડા પાડી રહી છે. ત્યારે હવે NIAની ટીમે ATS સાથે મળીને નવસારીમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં તપાસ એજન્સીઓએ એક શંકાસ્પદ શખ્સની (popular front of india) અટકાયત પણ કરી હતી. જ્યારે તેને સુરત લઈ જઈ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
PFI કનેક્શનની તપાસ હેઠળ ATSએ શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત - નવસારી જિલ્લા પોલીસ
નવસારીમાં પીએફઆઈ કનેક્શનની તપાસ (PFI Connection) માટે એટીએસ સાથે NIAએ દરોડા પાડ્યા (ATS raid in Navsari) હતા. અહીં તપાસ દરમિયાન એજન્સીઓએ (popular front of india ) એક શખ્સની અટકાયત (NIA ATS raid in Navsari) કરી હતી. આ શંકાસ્પદ વ્યક્તિને સુરત લઈ જઈ તપાસ શરૂ કરી છે.
હિદાયતનગરમાંથી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ATS સાથે રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ તપાસ કરી (NIA ATS raid in Navsari) રહી છે. તેવામાં નવસારીમાં આવેલા હિદાયત નગરમાં રહેતા અબ્દુલ કાદિર સૈયદ નામના શખ્સની ATSએ અટકાયત કરીને સુરત લઈ જવાયો છે. આમાં તેની સંભવિત રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ (anti national activities) મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાંથી 2ની અટકાયત દક્ષિણ ગુજરાતમાંથી કુલ 2 ઈસમોની અટકાયત (NIA ATS raid in Navsari) થઈ છે. આમાંથી 1 શખ્સ સુરત અને 1 નવસારીનો હોવાની માહિતી મળી છે. આ મુદ્દે નવસારી જિલ્લા પોલીસ (Navsari District Police) મૌન સેવ્યું છે. અગાઉ પણ થોડા દિવસ પહેલા NIAએ ડાભેલમાં દરોડા પાડયા હતા.