નવસારી : નવસારી જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે સર્વસંમતિથી પૂર્ણ થઈ હતી. જેમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પરેશ દેસાઈની પસંદગી થઇ છે. ત્યારે ઉપપ્રમુખ તરીકે વાંસદા તાલુકાના બારતાડ બેઠકના અંબાબેન મહાલાની નિમણૂક કરવામાં આવી છે.
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી : સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રમુખો સહિત કમિટી મેમ્બરોની અઢી વર્ષની મુદત પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે લોકશાહી પદ્ધતિથી નિમણૂક કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લા પંચાયત સહિત છ તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
આગામી તમામ વિકાસના કામોને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. સાથે જે પડતર પ્રશ્નોનો સૌના સહયોગથી ઉકેલ લાવવામાં આવશે...પરેશ દેસાઈ (નવનિયુક્ત પ્રમુખ, નવસારી જિલ્લા પંચાયત)
લોકશાહી પદ્ધતિથી નિમણૂકની પ્રક્રિયા : સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતો મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પ્રથમ અઢી વર્ષની અવધિ બાદ બાકી રહેતા અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખો તેમજ અન્ય સમિતિઓના ચેરમેનોની લોકશાહી પદ્ધતિથી નિમણૂકની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. ત્યારે નવસારી જિલ્લાની નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંંટણી આજે નવસારી ખાતે યોજાઇ હતી. જેમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પરેશ દેસાઇ તેમજ ઉપપ્રમુખ પદે વાંસદાના અંબાબેન માહલાની નિમણૂક કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની નિમણૂક :તો બીજી તરફ નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ પદે પ્રતિભાબેન આહીર અને ઉપપ્રમુખ પદે નાનુ રાઠોડ ,જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નીલમ પટેલ અને ઉપપ્રમુખ પદે પ્રમોદ પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પદે પ્રશાંતકુમાર શાહ અને ઉપપ્રમુખ પદે નીતાબેન દેસાઈ ,ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે રાકેશ પટેલ, જ્યારે ઉપપ્રમુખ પદે રમેશ પટેલ ,ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રાજેશ પટેલ અને ઉપપ્રમુખ પદે લીનાબેન અમદાવાદી તેમજ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ પદે દીપ્તિ પટેલ અને ઉપપ્રમુખ પદે માધુ પટેલની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ આજે વિશેષ સભામાં કલેકટર ડીડીઓ અને ટીડીઓની ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.
- New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ
- Kutch District Panchayat Result : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો ચૂંટાયા, પૂર્વ કચ્છના નેતાઓનું વધેલું કદ જોવા મળ્યું