ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન - નવસારીમાં NDRF ટીમ

નવસારીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ (Flood situation in Navsari) ગયા છે. જ્યારે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાતા NDRFની ટીમ અહીં (NDRF Rescue Operation in Navsari) ફસાયેલા લોકો માટે મેગા ઓપરેશન કરી રહી છે. ગણદેવી તાલુકાના 37 ગામોમાં 150 થી વધુ લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે.

નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન
નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

By

Published : Jul 15, 2022, 12:13 PM IST

Updated : Jul 15, 2022, 2:25 PM IST

નવસારીઃ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અહીં અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા (Flood situation in Navsari) છે. તો આવા લોકોને બચાવવા માટે NDRFની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અહીં બીલિમોરા સહિતના વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું (NDRF Rescue Operation in Navsari) છે. NDRFની ટીમ બોટમાં લોકોનું સ્થળાંતર કરી રહી છે.

નવસારીમાં પૂર

150 થી વધુ લોકો સુરક્ષિત બહાર કાઢ્યા -જિલ્લામાં અને ઉપરવાસમાં હાલ વરસાદે (Heavy rains in Navsari)વિરામ લીધો છે પરંતુ ગણદેવી તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા અઠવાડિયા થી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેને લઈને ચારથી વધુ બોટ લઈ જઈને ભાઠા ગામે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ગણદેવી તાલુકાના 37 ગામોમાં 150 થી વધુ લોકોને અત્યાર સુધી સુરક્ષિત રીતે સવારથી બહાર કાઢવામાં આવ્યા છે.

નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

ભાઠા ગામ આવીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા -ગણદેવીના ધારાસભ્ય અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ જાતે ભાઠા ગામ આવીને લોકોને સુરક્ષિત બહાર કાઢતી NDRFનો ઉત્સાહ વધારવા સાથે (NDRF team in Navsari)રેસક્યુંનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અને ગણદેવીના લોકોએ પ્રથમવાર આટલો તીવ્ર વરસાદ ગણદેવીમાં પડતો જોયો છે આવી વિકટ પરિસ્થિતિ ભૂતકાળમાં કોઈ દિવસ તાલુકાએ જોઈ નથી.

આ પણ વાંચોઃઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

NDRF ની ટીમ દેવદૂત બની -NDRF ની ટીમ દેવદૂત બનીને ગામમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગામના લોકોને તંત્રએ અનેક વાર સમજાવ્યા હોવા છતાં પણ લોકો પોતાના ઘરને છોડવા માંગતા નથી જેને કારણે તેઓ જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાતા ઘરે પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ સૌ કોઈ ઘરની છત પર ચડી ગયા હતા અને આ વરસાદી આફતના પાણી ઓશરે તેની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ તો બકરી અને મરઘી માટે પણ ઘર છોડ્યું ન હતું. અને મૌતનના ખતરો જણાતા હોવા છતાં ઘરે જ રહ્યા હતા.

આ પણ વાંચોઃગુજરાતમાં આજથી વિનામુલ્યે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત

આટલા લોકોનું સ્થળાંતર કરાયું -જિલ્લામાં અત્યારે NDRFની 2 ટીમ કાર્યરત્ (NDRF Rescue Operation in Navsari) છે. એક ટીમ નવસારીમાં અને બીજી બિલીમોરામાં તહેનાત (Flood situation in Navsari) છે. જિલ્લામાં પૂરની સ્થિતિમાં 10,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પૂલ પણ ધોવાયો - બીજી તરફ નવસારીના ગણદેવીમાં આંતલિયા-ઊંડાચને જોડતો પૂલ પણ વરસાદના કારણે બેસી ગયો છે. એટલે પૂલ બંને તરફથી બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત નવસારીથી ચીખલીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પણ રસ્તો ધોવાઈ ગયો છે. આ સાથે જ તંત્રની પોલ ખૂલી ગઈ છે.

Last Updated : Jul 15, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details