વલસાડની મહિલાને લગ્નજીવનમાં અસંતોષ ઉભો થતા મહિલાએ લગ્નજીવન સારી રીતે બંધાય તે માટે મૌલવીનો સહારો લીધો હતો. પતિ-પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ મોકાનો લાભ લઈને મહિલા પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા ચાઉં કર્યા હતા. મહિલાના મત મુજબ, મૌલવીએ તેની પર કાળો જાદુ કરીને તેને વશમાં કરીને તેની પાસેથી રૂપિયા ઉલેચ્યા હતા અને જ્યારે તેને સારા નરસાનું ભાન થયું ત્યારે તે મૌલવી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગઇ, તે સમયે મૌલવીએ તેની પર હુમલો કર્યો જેના સ્વબચાવમાં માતા અને પુત્રીએ મૌલવીને મેથીપાક ચખાડી પોલીસનો સહારો લીધો છે.
યે ક્યા હુઆ..? પતિ-પત્નીના તૂટતા સંબંધોનો લાભ ઉઠાવી મૌલવીએ ખંખેર્યા 48 લાખ
નવસારીઃ તૂટી જવાની કગાર પર આવી પહોંચેલા લગ્નજીવનમાં ફરી નવી ગાંઠ બાંધવા ગયેલી વલસાડની મહિલાને નવસારીના મૌલવીએ 48 લાખ લૂંટ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મૌલવીએ મહિલા પાસેથી તાવીજ અને ઇલાજના જોરે પૈસા કઢાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મામલે નવસારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી
અંધ શ્રદ્ધાથી ઘેરાયેલો સમાજ આજે પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા કામો કરી રહ્યો છે અને અટકતો નથી. લગ્નજીવન ટકાવી રાખવા પતિ-પત્નીની સમજણ મહત્વની છે. તેના માટે મંત્રોજાપ કે તાવીજ કોઈ ભૂમિકા ભજવતું નથી. ત્યારે આવા કેસમાં કાયદાનો સહારો કે પરમાત્માને કરેલી પ્રાર્થના જ મહત્વનો ઉકેલ આપી શકે છે.