નવસારી કોન બનેગા કરોડપતિ શોની 14મી સિઝન ચાલી રહી છે. જેમાં સોશિયલ મીડિયાની (Kaun Banega Crorepati Show) એક એપ્લિકેશન થકી KBC પ્લે અલોન્ગ રમીને કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના 10 પ્રતિસ્પર્ધામાં નવસારીના 26 વર્ષીય કરન ઇન્દ્રસિંહ ઠાકોરે સ્થાન બનાવ્યું હતું. જેમાં ત્રણ પ્રશ્નોના સૌથી ઝડપી જવાબ આપી મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ એક પછી એક પ્રશ્નોના (kbc gujarati contestant) જવાબ આપી પોતાની સફર તરફ આગળ વધતો ગયો હતો.
પંખીના માળા જેવડા ગામમાંથી આવતો યુવાન KBC જીત્યો 50 લાખ - Kaun Banega Crorepati Show
નવસારી વિસ્તારનો એક યુવાન કોન બનેગા કરોડપતિ શોની 14મી (Kaun Banega Crorepati Show) સિઝનમાં 50 લાખની રકમ જીતી છે. જેને લઈને સમગ્ર વિસ્તાર હરખની હેલી નીકળી છે. તો બીજી તરફ પત્નીએ કહ્યું કે, તે ક્ષણો જીવનભરનું સંભારણું! (Karan Thakor Kaun Banega Crorepati)
આ યુવાનનો પરિચય કરન ઠાકોર નવસારી પાસે પંખીના માળા જેવાડા ઘેજ ગામના (Ghej village youth in KBC) વતની છે. કરન ઠાકોર કેમિકલ એન્જીનીયર ખેતી કરે છે, સાથે જ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે. કોન બનેગા કરોડપતિમાં રમવા જવા કરન ઠાકોર લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે કિસ્મતે એક ડગલું આગળ હાંકીને આજે તે પોતાની મંઝિલ પહોચી છે. કરને 14 સવાલોના સાચા જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા હતા. ત્યારબાદ 15માં સવાલનો સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત (Navsari youngster in KBC) છોડવાનો નિર્ણય લીધો હતો.
ક્ષણો જીવનભરનું સંભારણું કરન સાથે એની પત્ની ખુશ્બુ ઠાકોર કોન બનેગા કરોડપતિ શો ગઈ હતી. જ્યાં ખુશ્બુએ અમિતાભ બચ્ચન સાથે વાત કરતા એમને છૂં કર મેરે મન કો...ગીત ગાયું હતું. ત્યારે કરન ઠાકોરની પત્નીએ જણાવ્યું હતું કે, મહાનાયક અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ક્ષણો જીવનભરનું સંભારણું બની રહેશે. કરન અને તેનો પરિવાર ગૌરવાન્વિત થઈ રહ્યો છે. 75 લાખના સવાલમાં કરન મૂંઝાયો હતો તેથી તેને રમત છોડવાનો નિર્ણય લીધો હતો. (Karan Thakor Kaun Banega Crorepati Show)