ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામે રક્ષણ: નવસારીના યુવાનોએ બોડી સેનેટાઇઝર કેબીન બનાવી - કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન

કોરોના સામેની જંગમાં જાગૃતિ અને સફાઈ જ એક માત્ર ઉપાય છે. ત્યારે નવસારીના વિજલપોર શહેરની ચંદનવન સોસાયટીના જાગૃત યુવાનોએ સોસાયટીવાસીઓને કોરોનાના સંક્રમણ સામે રક્ષણ આપવા ઓછા ખર્ચે સેનેટાઇઝર કેબીન બનાવી છે. યુવાનોના કાર્યની સરાહના કરી વિજલપોર નગર પાલિકાએ શહેરના મુખ્ય સ્થાઓએ બોડી સેનેટાઇઝર કેબીન બનાવવાની વિચારણા કરી છે, જેમાં બે મશીન સામાજિક કાર્યકરના સહયોગથી બનાવાનો ઓર્ડર પણ આપ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં પ્રથમ બોડી સેનેટાઇઝર મશીન બનાવનારા યુવાનોની કામગીરીને નાયબ મુખ્ય દંડકે પણ બિરદાવી હતી.

a
કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન

By

Published : Apr 10, 2020, 7:25 PM IST

નવસારી: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 300ને પાર ગઈ છે. ત્યારે કોરોના વાઈરસને હરાવવા માટે લોક જાગૃતિ સાથે જ શરીરની સફાઈ જ રામબાણ ઉપાય છે. કોરોનાની વકરતી સ્થિતિને લઇ છુપા ડર સાથે જાગરૂકતા પણ વધી છે. જેને કારણે સોસાયટીઓ અને ગામડાઓ લોક ડાઉન થઈ રહ્યા છે. પરંતુ હજી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો ઘર બહાર નીકળવા મજબૂર છે, ત્યારે તેમની સ્વયંમ શિસ્ત અને સ્વચ્છતા તેમને કોરોનાથી બચાવી શકે એમ છે.

કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન

આ વિચારને ધ્યાને લઇ નવસારી જિલ્લાના વિજલપોર શહેરના ચંદનવન સોસાયટીમાં રહેતા નિકુંજ કુકડીયા, રાકેશ મિસ્ત્રી, કેતન પટેલ, જયંતી પટેલ સહિતના યુવાનોને આવેલા વિચારે બોડી સેનેટાઇઝર મશીન બનાવડાવવાની તૈયારી કરી હતી. પરંતુ 30 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ જણાતા થોડા નિરાશ થયા હતા. બાદમાં યુવાનોએ પોતાની સ્કિલનો ઉપયોગ કરી જાતે જ ગણપતિ સમયના કાટમાળમાંથી બોડી સેનેટાઇઝર કેબીન બનાવી હતી. જેનો ખર્ચો નજીવો જ રહ્યો હતો. ખાસ કરીને યુવાનોએ તંત્રની મદદથી ડીસ ઇન્ફેકટ લિકવીડ મેળવવામાં સફળતા મેળવી સોસાયટીવાસીઓ માટે બોડી સેનેટાઇઝર મશીન કાર્યરત કર્યું છે.

કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન
ચંદનવન સોસાયટીમાં રહેતા લોકો સોસાયટીની બહાર જતા કે સોસાયટીમાં આવતા સમયે આ બોડી સેનેટાઇઝર કેબીનમાંથી પસાર થઈ પોતાને સેનેટાઇઝ કરે છે. જ્યારે સોસાયટીના યુવાનો જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સ પણ બનાવી રહ્યા છે, ત્યારે તેઓ પણ સંપૂર્ણ પણે સેનેટાઇઝ થયા બાદ, હાઇજેનિક રીતે ફૂડ પેકેટ્સ બનાવે છે અને ગરીબ સુધી પહોંચાડે છે.
કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન
વિજલપોરની ચંદનવન સોસાયટીના યુવાનોએ બોડી સેનેટાઇઝર બનાવતા વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદી પણ તેમના કામથી પ્રભાવિત થયા હતા. સાથે જ તેમણે કોરોનાની જંગમાં વિજલપોર શહેરના મુખ્ય સ્થળોએ મૂકવાની વિચારણા કરી છે. જ્યારે જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ ઉપ દંડક આર. સી. પટેલે પણ સોસાયટીની મુલાકાત લઈ યુવાનોની કામગીરીને બિરદાવી હતી. સાથે જ ગુજરાતમાં સોસાયટી સ્તરે લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા કદાચ ચંદનવન સોસાયટીમાં જ બોડી સેનેટાઇઝર મશીન મુકાયું હોવાના વિચારે વિજલપોર પાલિકા અને શહેર આગેવાનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
કોરોના સામે રક્ષણ: ચંદનવન સોસાયટીના યુવાનોએ બનાવી બોડી સેનેટાઇઝર કેબીન

બોડી સેનેટાઇઝર બનાવનાર નિકુંજ કુકડીયાએ જણાવ્યું કે અમે સોસાયટીમાં બોડી સેનેટાઇઝર મૂકવાના વિચાર સાથે તેને બનાવડાવવા ગયા હતા. પરંતુ અંદાજે 30 હજાર રૂપિયા કહેતા, એટલું મોટું બજેટ ન હતું. જેથી બાદમાં અમે અમારી જાતે જ આગેવાનોની મદદથી બજાર ભાવના 50 ટકા કરતા ઓછા ખર્ચે બોડી સેનેટાઇઝર તૈયાર કર્યા છે. જેથી લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય.

વિજલપોર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ કહ્યું કે, હું જે સોસાયટીમાં રહુ છું, એજ ચંદનવન સોસાયટીના યુવાનોએ ઓછા ખર્ચે બોડી સેનેટાઇઝર બનાવ્યું છે, જે ગૌરવની વાત છે. અમે વિજલપોર પાલિકા તરફથી પણ આવા સેનેટાઇઝર શહેરના મુખ્ય સ્થળોએ મુકવાનું વિચારી રહ્યા છે. જેમાં બે બોડી સેનેટાઇઝર મશીન બની રહ્યા છે, જેને શિવાજી ચોક અને વિજલપોર પોલીસ મથકે વિચારણા હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details