ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી - Woman killed in Dhuwada village

નવસારીના ધુવાડામાં થયેલી મહિલાની હત્યાનો ભેદ પોલીસે બે દિવસમાં ઉકેલાયો કાઢ્યો છે. CCTVના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે ઘરેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ મહિલાએ શરીર સંબંધ બાંધવા બાબતે નાણાકીય લેતી દેતી બદનામ કરી દેવાની ધમકીને પગલે યુવકે હત્યા કરી હોવાનું કબુલાત કરી છે.

Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી
Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી

By

Published : Jun 23, 2023, 3:37 PM IST

ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો

નવસારી : ગણદેવીના દુવાડા ગામે ગત મંગળવારે કવોરી નજીક ખેતરાડી વિસ્તારમાંથી મહિલાનો મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. ભેદ માત્ર બે દિવસમાં નવસારી LCBએ ઉકેલી કાઢ્યો હતો. જેમાં પરિણીતાએ શરીર સંબંધ બાંધવા 2500 લઇને સ્થાનિક યુવક સાથે ઝઘડો કરી બદનામ કરી દેવાની ધમકી આપતા યુવકે ગુસ્સામાં ભરાઈને હત્યા કરીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે CCTVના આધારે આરોપી યુવકની ઓળખ કરી તેને ઘરેથી ઝડપી પાડ્યો હતો. યુવકે મહિલાની નાણાકીય લેતીદેતીને પગલે હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.

શું હતો સમગ્ર મામલો : ગણદેવીના દુવાડા ગામે આવેલા શ્રીરામ કવોરીની સામે મંગળવારે સ્થાનિક મહિલા 29 વર્ષીય હિના ઉર્ફે હેતલ અર્જુન નાયકાની હત્યાકરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે LCB અને સર્કલ ઈન્સ્પેકટરની ટીમ સહિતની ટીમોએ હત્યાનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. નવસારી LCBએ તમામ પાસાઓને આવરી લઇ તપાસ ચાલુ શરૂ કરી હતી. જેમાં આસપાસના CCTV, કવોરીમાં કામ કરતા કામદારોની માહિતી, હત્યા થઈ તે વખતે કેટલા મોબાઈલ તે વિસ્તારમાં એક્ટિવ હતા. જેમાં પોલીસને એક CCTV ફૂટેજમાં એક યુવક બાઈક પર એક મહિલાને લઇને જતો અને તે જ રસ્તેથી બાઈક ઉપર એકલો આવતા નજરે પડ્યો હતો.

થોડા દિવસ અગાઉ ગણદેવીના દુવાડા ગામે હિના ઉર્ફે હેતલ નાયકાની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હતી. જેને લઈને પોલીસ તપાસમાં જોતાઈ હતી. જેમાં પોલીસે CCTVના આધારે મયુર ઉર્ફે માયાભાઇની પૂછપરછ કરતા તેમણે આ ગુનાની કબૂલાત કરી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મયુરની હિના હેતલ નાયકાની કેમ હત્યા કરી તે બાબતની તપાસ ચાલુ છે. - એસ.કે. રાય (નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક)

મહિલાઓ ધમકી આપતા યુવક ઉશ્કેરાયો :LCBની ટેકનિકલ ટીમે ફૂટેજ પરથી બાઈકના નંબરથી યુવકની ઓળખ કરી હતી. આ યુવક ગણદેવીના સુગર ફેકટરી સામે રહેતા 26 વર્ષીય મયુર ઉર્ફે માયા રાજુભાઈ હળપતિની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે શરીર સંબંધ બાંધવા બાબતે તેણી સાથે નાણાંકીય લેતી દેતી અને બદનામ કરી દેવાની ધમકીને પગલે હિના ઉર્ફે હેતલ નાયકાની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. LCB અને નવસારી જિલ્લા પોલીસે હત્યાનો ગુનો માત્ર બે દિવસમાં ડિટેકટ કરવામાં સફળતા મેળવી હતી.

  1. Ahmedabad Crime : અમદાવાદમાં પત્નીની મશ્કરી કરવાની ના પાડતા પતિને બહાર બોલાવીને હત્યા કરી નાખી, બેની ધરપકડ
  2. Delhi News: દિલ્હીમાં બે સગી બહેનોની ગોળી મારી હત્યા, ફાયરિંગની ઘટનાનો વીડિયો આવ્યો સામે
  3. Chamba Murder Update : ચંબામાં યુવકની હત્યા કેસમાં ભાજપ આક્રમક, મૃતક પરિવારને ભાજપના નેતાઓ મળવા જતા પોલીસે રોક્યા

ABOUT THE AUTHOR

...view details