નવસારીમાં વાતાવરણમાં બદલાવ (Navsari Weather Change )જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યા બાદ ત્રણ દિવસોથી વાદળછાયા વાતાવરણ સાથે બફારો (Weather in navsari is Cloudy with heat )વધ્યો છે. તો ખેડૂતોની ચિંતા પણ વધારી છે.
વાદળછાયા વાતાવરણે વધારી ખેડૂતોની ચિંતા આ પણ વાંચોઃ Gujarat Weather Report : આજે રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો, શુક્રવારથી ફરી વધશે ગરમી
ખેડૂતોની વધી ચિંતા - ત્રણ દિવસોથી વાદળછાયા વાતાવરણ સાથે બફારો (Weather in navsari is Cloudy with heat )વધતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વાદળછાયાં વાતાવરણે જિલ્લાના કેરી પકવતા ખેડૂતો સહિત અન્ય પાક લેતા ખેડૂતો માટે પણ ચિંતા વધારી છે.
આ પણ વાંચોઃ Heat in Gujarat: રાજ્યમાં 25 માર્ચથી ફરી ગરમીમાં થશે વધારો, ક્યાં કેટલી ગરમી છે જાણો
પારો ગગડ્યો - વાતાવરણના આ ફેરફારને લઇને ગરમીનો પારો પણ નીચે ઉતરીને 36 ડીગ્રી સુધી પહોંચ્યો હતો. સાથે જ ઉત્તર-પશ્ચિમના પવનોએ (Gujarat Weather Update)ગરમી ઘટાડી પણ ભેજનું પ્રમાણ વધુ રહેતાં નવસારીવાસીઓએ બફારાનો પણ અનુભવ કર્યો છે.