ગુજરાત

gujarat

ETV Bharat / state

Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ - ફૂડ એન્ડ ડ્રગ વિભાગ

નવસારી વિજલપુર નગરપાલિકાએ મંજૂરી વગર માસની દુકાન ચલાવતા દુકાનદારોની દુકાનો સીલ કરી છે. આ સાથ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 32 દુકાનોને નોટિસ આપી હતી.

Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ
Unauthorized Meat shop: નવસારીમાં મંજૂરી વગર ચાલતી ચીકન-મટનની દુકાનો સીલ, પાલિકાએ કરી લાલ આંખ

By

Published : Feb 9, 2023, 6:20 PM IST

મંજૂરી વગરની દુકાનોને નોટિસ

નવસારીઃજિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચિકન અને મટનની દુકાનો આવેલી છે. આ દુકાનદારોએ ચિકન અને મટન વેચવા માટે મંજૂરી લેવાની હોય છે. ત્યારબાદ જ તેઓ વેચાણ અને કતલખાના સાથે માંસનું વેચાણ કરી શકે છે, પરંતુ કેટલીક દુકાનો દ્વારા મંજૂરી લીધા વગર કતલખાના સાથે માસ વેચાણ પણ કરતા હોવાથી આવા દુકાનદારો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અહીં નગરપાલિકાએ આવી દુકાનોને સીલ મારી દીધું હતું.

આ પણ વાંચોIllegal Slaughter Houses in Ahmedabad : ગેરકાયદે કતલખાના અને દુકાનો બંધ અંગેના સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા

મંજૂરી વગરની દુકાનોને નોટિસઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સરવે કરીને જે માંસાહારની દુકાનોને માત્ર વેચાણની મંજૂરી છે અને કતલખાના સાથે માસનું વેચાણ પણ કરે છે. તેવી દુકાન સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નોટિસ ઈશ્યુ કરી છે, જેની અમલવારી માટે આજે નવસારી વિજલપોર નગરપાલિકાએ એક્શનમાં આવી શહેરમાં આવેલા નવીન નગર વિસ્તારમાં અને બીજા અલગ અલગ વિસ્તારોમાં જઈ પાલિકા દ્વારા 4 દુકાનને સીલ મારવાની કામગીરી કરી છે.

પોલીસ સાથે મળી નગરપાલિકાએ કર્યું કામઃ સીલ મારવા ગયેલા પાલિકા કર્મચારીઓએ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ વિસ્તારોમાં જઈ જે દુકાનદારોએ મંજૂરી નથી લીધી તેવા દુકાનદારોની દુકાનો પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી.

પાલિકાએ 32 દુકાનોને કરી શોર્ટલિસ્ટઃ હાઈકોર્ટે આ મામલે મધ્યસ્થી કરીને આદેશ આપ્યો હતો, જેને પગલે વિભાગ હરકતમાં આવ્યું અને પાલિકા હદ વિસ્તારમાં આવતી 32 જેટલી દુકાનો શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. તે પૈકીની 4 દુકાનોને આજે સીલ કરવામાં આવી હતી, પરંતુ માંસાહારની દુકાનદારોના મતે, પાલિકા દ્વારા થતી કામગીરી ગૂંચવણભરી છે. જેમાં સીલ મારવાના સ્પષ્ટ કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.

આ પણ વાંચોGujarat High Court Hearing : ગેરકાયદે કતલખાના પર હાઇકોર્ટનો આદેશ, લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરો

હાઈકોર્ટનો આદેશ નથી છતાં દુકાનો સીલ કરાઈઃ દુકાનદારોનો આક્ષેપઃ દુકાનદારોના જણાવ્યા મુજબ, ગુજરાત હાઈકોર્ટે આ મામલે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપ્યા નથી અને દુકાનને સીલ મારવાનો કોઈ સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો નથી. તેમ છતા પાલિકાએ સીલ મારવાની કામગીરી કરી છે. ત્યારે જેમની દૂકાનોને સીલ લાગ્યા છે તેવો આગામી સમયમાં કોર્ટમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details