નવસારી:શહેરમાં તેમજ જિલ્લામાં બાઇક સવારોના મોટા વાહનો સાથે અથડાવાના ગંભીર બનાવો અવારનવાર બનતા રહે છે. તેમ છતાં અમુક યુવકો તેમજ યુવતીઓ પ્રકારની ગંભીર ઘટનાઓમાંથી શીખ લેતા નથી. મોટી દુર્ઘટના સર્જી પોતે તો મુસીબતમાં મુકાય છે. પરંતુ બીજાને પણ મુસીબતમાં મૂકી દે છે તેવો જ એક કિસ્સો નવસારી શહેરમાંથી પ્રકાશિત થયો છે. ત્યારે આ વીડિયોમાં બાઈક ચલાવતી એક યુવતીનો વાયરલ થયેલો વિડિયો ઘણું બધું કહી જાય છે.
Navsari News: યુવતીનો ચાલુ બાઈક પર હાથ છોડી ડાન્સ કરતો વીડિયો વાઇરલ - Navsari News
નવસારીમાં યુવતીનો જોખમી રીતે બાઈક ચલાવતો વિડિયો વાયરલ છે. હાથ છોડી બાઈક ચલાવી અને અન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા યુવતી નો વિડીયો પાછળથી પસાર થતી કાર ચાલકે પોતાના કેમેરામાં ઉતાર્યો.હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.જોકે આ વિડીયો બાબતે હાલ અમે કોઈ પુષ્ટિ કરતા નથી.વિડીયો વાયરલ થતા નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ એકશનમાં આવી ગઇ છે.
બાઈક ઉપર ડાન્સ: હમણાં થોડા સમય પહેલા જ એબી સ્કૂલના સંચાલકનો એકનો એક દીકરો ડમ્પરની અડફેટે મોતને ભેટયો હતો. તે જ રોડ ઉપર ઇટાળવા આરટીઓ સર્કલથી દાંડી જતા રોડ ઉપર લેવામાં આવેલો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ છે. ત્યારે અમે ETV BHARAT આ વિડીયો દ્વારા આવી રીતે બાઈક ચલાવતા યુવક યુવતીઓ તેમજ તેમના મા-બાપ અને વહીવટી તંત્રને એક મેસેજ આપવા માટે જ આ વીડિયોને ન્યુઝ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કર્યો છે. વીડિયોમાં પોતાના બાઈક નંબર 3662 ઉપર સવાર થઈને જઈ રહેલી આ યુવતી સમગ્ર રસ્તે થોડી થોડી વારે પોતાના બે હાથ છોડી અને ચાલુ બાઈક ઉપર ડાન્સ કરી રહેલી જોવા મળે છે.
સંગીતમાં મગ્ન:એવું નક્કી થઈ શકે કે એના કાનમાં પણ ઈયરફોન લગાડી અને સંગીતના તાલે તે પોતે સંગીતમાં મગ્ન થઈ અને ડાન્સ કરતી કરતી પોતાની રીતે આગળ વધી રહેલ જોવામાં ત્યારે સામેથી આવતા કે પાછળથી આવતા કોઈપણ વાહન તરફ તેનું ધ્યાન કે તકેદારી હોય એવું લાગતું નથી ઇટાળવા સર્કલથી છેક છાપરા રોડના ટરનિંગ સુધી પોતાની મસ્તીમાં આગળ વધી રહેલી આ યુવતી સદનસીબે કોઈ અકસ્માતનો ભોગ બની નથી. સહી સલામત છાપરા રોડ તરફ નીકળી ગઈ હતી ત્યારે આ યુવતી લગભગ છાપરા રોડની કોઈક સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં રહેતી હોવી જોઈએ. અમારો હેતુ કોઈ બીજો નથી. પરંતુ આ વિડિયો જોયા બાદ આ યુવતી તેમજ તેના માતા પિતા અને અન્ય ઘરેથી બાઈક લઈને નીકળતા યુવાનોને યુવતીઓને આ પ્રકારના ડ્રાઇવિંગ થી આવનારા સમયમાં થનાર નુકસાન પ્રત્યે જાગૃત કરવાનો છે.