નવસારી: રાજયમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોડે મોડે શરૂ થયેલા વરસાદે ગત રોજ દમદાટી બોલાવતા ગત રોજ નવસારીની મુખ્ય શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા. કારણ ખાડામાં આવેલી આ માર્કેટમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા પાણી ભરાયા હતા. જેના કારણે માર્કેટના શાકભાજી માર્કેટ અને શોપિંગ સેન્ટરના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વરસાદનું જોર ઘટતા પાણી ઉતર્યા, પણ ચારેકોર ગંદકી જોવા મળી રહી છે. શાકભાજી વેચનાર પાથરણા વાળી મહિલાઓની સ્થિતિ કફોડી બની છે. આવા માહોલમાં નગરપાલિકા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે.
"પ્રીમોનસૂન કામગીરી ના ભાગરૂપે અમે શાકભાજી માર્કેટની અંદર એક મહિના અગાઉ જ તમામ ગટર ની ચેમ્બરો સાફ કરાવી હતી. પરંતુ શાકભાજી માર્કેટમાં બેસતા વેપારીઓ દ્વારા ફરી એ ચેમ્બરોમાં પોતાનો વેસ્ટ માલ નાખતા આ સમસ્યા ઊભી થઈ છે. પરંતુ અમે તાત્કાલિક આ ગટરો ફરી સાફ કરાવી પાણીનો નિકાલ નો રસ્તો કરી નાખ્યો છે. ત્યાં પડેલી ગંદકી પણ દૂર કરી અને સંપૂર્ણ સાફ-સફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. પરંતુ ત્યાં બેસતા શાકભાજી વેચતા વેપારીઓ પણ પોતાની તરફથી સ્વચ્છતા રાખે એવી અમારી અપીલ છે.-- (જીગીશા) નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ
નિકાલ માટેની માંગ: ગંદકી અને કાદવ વાળા રસ્તા અને જગ્યામાં શાકભાજી વેચવા મજબૂર મહિલાઓ લાચાર બની છે.કારણ ગંદકીને કારણે ગ્રાહકો આવતા ઓછા થયા છે. ગત રોજ પાણી ભરાવાને કારણે શાકભાજી બગડતાં ફેંકી દેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ શોપિંગ સેન્ટરની માર્કેટ તરફની દુકાનો આસપાસ પણ પાણીના ખાબોચિયાં ભરાયાં છે. જ્યારે શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણીના ભરાવાને કારણે દુકાનો બંધ રાખવા પડી છે. વેપારીઓએ થોડા સમય અગાઉ જ પાલિકામાં લેખિત રજૂઆત કરી, વરસાદી પાણીના નિકાલ માટેની માંગ કરી હતી.
નિકાલની વ્યવસ્થા:ટાટા તળાવને પીવાના પાણીના ઉપયોગ માત દુધિયા તળાવ સાથે જોડતા વરસાદી પાણી તળાવમાં ન જતા મુશ્કેલી વધી છે. જોકે વેપારીઓ અને શાકભાજી વેચનારા લારી અને પાથરણાવાળાઓ પાલિકા વરસાદી પાણીના નિકાલ સાથે ગંદકીની સાફ સફાઈ કરાવે એવી માંગ કરી રહ્યા છે. જ્યારે માર્કેટમાં આવતા ગ્રાહકો પણ ગંદકીમાં શાકભાજીના ટોપલા મુક્યા હોવાથી ખરાબ શાકભાજી ખરીદવા પડે અને જો આવા શાકભાજી ખાવામાં આવે તો રોગચાળો ફેલાય જેથી સુધરાઈના પ્રમુખ અને સભ્યોએ ગંદકી અને પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ.
- Navsari Rain : ચીખલીની કાવેરી નદીમાં નવા નીર આવતા કોઝવે પાણીમાં ગરક
- Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ