ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : નશામાં દ્રુત થઈને કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, એકનું મૃત્યુ - વાંસદામાં કાર અકસ્માત

નશામાં દ્રુત થઈને બેફામ રીતે કાર ચલાવતા એક આધેડે વાંસદાના ધરમપુર માર્ગ પર બે બાઈક ચાલકોને અડફેટે લેતા એક બાઈક સવારનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાર ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો.

Navsari News : નશામાં દ્રુત થઈને કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, એકનું મૃત્યુ
Navsari News : નશામાં દ્રુત થઈને કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, એકનું મૃત્યુ

By

Published : May 16, 2023, 7:11 PM IST

વાંસદા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મૃત્યુ

નવસારી : વાંસદા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. નશામાં કાર ચલાવતા આધેડે બે બાઈકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. લોકોએ કાર ચાલકને પકડી વાંસદા પોલીસને જાણ કરી હતી. તો બીજી તરફ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર બનાવ : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં વાંસદાના હનુમાનબારીથી ધરમપુર માર્ગ પર રાણી ફળિયા ગામ નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં નશામાં કાર ચલાવતા આધેડે બે બાઈક સવારને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોએ કાર ચાલકને પકડી પાડ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ યુવાનોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

લોકોએ પોલીસને હવાલે કર્યો :જોકે આ અકસ્માત સર્જાતા આસપાસના લોકોએ કાર ચાલકને વાંસદા પોલીસને હવાલે કર્યો હતો અને વાંસદા પોલીસ દ્વારા મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ વાંસદા પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રનની જે ઘટના બની છે. તેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી કાર ચાલક ધર્મેન્દ્રસિંહ માનસિંહ રાજપુતની ધરપકડ કરીને અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે - જે.વી. ચાવડા (તપાસ અધિકારી)

Vadodara News : કાળમુખી કારે 15 જાનૈયાઓને કારે અડફેટે લીધાં, લગ્નપ્રસંગની ખુશીના સ્થાને મરણનો માતમ

Ahmedabad News : અમદાવાદમાં ભારે વાહનોથી થતાં અકસ્માતના કિસ્સામાં 50 ટકા કેસમાં લોકોના મોત

Surat Accident: સુરતના બારડોલી પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 નાં મોત

ABOUT THE AUTHOR

...view details