- જમીન વિવાદે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું
- જમીન મુદ્દે એક પરિવારનો બીજા પરિવાર પર પ્રાણઘાતક હુમલો
- ધારદાર હથિયારો સાથે કરેલા હુમલામાં ગર્ભવતી મહિલા સાથે પણ થઇ ઝપાઝપી
નવસારીઃ ખેરગામના દેસાઇવાડમાં જમીન વિવાદમાં બે પરિવારો વચ્ચે થયેલી બોલાચાલી બાદ વાત વણસતા એક પરિવાર પણ સામેના પરિવાર પર ધારદાર હથિયારો સાથે હુમલો કર્યો હતો. સાથે જ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી જમીન નહિ વેચે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તે વ્યક્તિ ફરાર થયો હતો. હુમલા દરમિયાન ગર્ભવતી મહિલા સાથે પણ હુમલો કરનારાઓએ ઝપાઝપી કરી હતી. જયારે હુમલામાં ઘાયલ યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ખેરગામ પોલીસે સમગ્ર મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે.
જમીન વિવાદમાં ફાયરિંગ કરાયુ હોવાના આક્ષેપો
ખેરગામના તાઈવાડ ખાતે રહેતા મોઇન મોટરવાળાના મોસાળની દેસાઇવાડમાં જમીન આવેલી છે. જે મોઇનના નાનીના નામે છે, જેને લેવા માટે ખેરગામના જ નિઝામ શેખ અને તેનો પરિવાર મોઇન પર દબાણ કરી રહ્યા હતા. તે દરમિયાન શનિવારે સાંજે નિઝામ શેખ તેમજ તેના પિતાએ મોઇન મોટરવાળાને જમીન મુદ્દે વાત કરવા બોલાવ્યો હતો. મોઇન તેની ગર્ભવતી પત્ની અને સાળા સાથે દેસાઇવાડ ખાતે વાત કરવા પહોંચ્યો હતો. જ્યાં વાટાઘાટો દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ વાત વણસી હતી અને નિઝામ શેખ, તેના પિતા તેમજ ભાઇઓએ મોઇન અને તેના પરિવાર પણ ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં મોઇનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને પ્રથમ નજીકના દવાખાને અને બાદમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ઘાયલ મોઇને સાથે જ બંદુક કાઢી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી, જમીન નહિ આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.
ફાયરિંગની ઘટનાને પગલે જિલ્લા પોલીસ દોડતી થઇ