ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ મંદિરનો સેવા યજ્ઞ, જરૂરિયાતમંદો સુધી પહોંચે છે રોજના 11 હજાર ફૂડ પેકેટ્સ - નવસારી સ્વામિનારાયણ મંદિર

નવસારીના સ્વામિનારાયણ મંદિર દ્વારા આરંભાયેલા સેવા યજ્ઞ થકી રોજના 11 હજારથી વધુ ફૂડ પેકેટ્સ બનાવી નજીકના ગામડાઓમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ઘરે ઘરે પહોંચાડી સેવાનું કામ કરવામાં આવે છે.

navsari
navsari

By

Published : Apr 2, 2020, 8:52 PM IST

નવસારી: કોરોનાની મહામારીને કારણે જાહેર લોક ડાઉનમાં હજારો લોકોને ખાવાની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે નવસારીના સ્વામિનારાયણ મંદિર દ્વારા આરંભાયેલા સેવા યજ્ઞ થકી રોજના 11 હજારથી વધુ ફૂડ પેકેટ્સ બનાવી નવસારી શહેર અને નજીકના ગામડાઓમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ઘરે ઘરે પહોંચાડી સેવાનું કામ કરવામાં આવે છે.

જરૂરિયાતમંદો સુધી પહોંચે છે રોજના 11 હજાર ફૂડ પેકેટ્સજરૂરિયાતમંદો સુધી પહોંચે છે રોજના 11 હજાર ફૂડ પેકેટ્સ
લોકડાઉનને કારણે રોજનું લાવીને રોજનું ખાતા મજૂરોની હાલત કફોડી બની છે. સાથે જ શહેરના શ્રમિક અને કેટલાક મધ્યમ વર્ગીય પરિવારોને પણ ખાવા-પીવાની સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારે નવસારીની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં સ્વામિનારાયણ સંસ્થાનના વડા પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી નવસારીના ગ્રીડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના પૂ. પુરૂષોત્તમ ચરણ સ્વામીના માર્ગદર્શનમાં કોરોના મહામારીની કપરી સ્થિતિમાં હરિ ભક્તોના સહયોગથી જરૂરિયાતમંદો માટે રોજના 11 હજારથી વધુ ફૂડ પેકેટ્સ બનાવી લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.
જરૂરિયાતમંદો સુધી પહોંચે છે રોજના 11 હજાર ફૂડ પેકેટ્સ

નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વડા પુરૂષોત્તમ ચરણ સ્વામીએ કહ્યું કે, કોરોનાને કારણે ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના સંતો અને હરિ ભક્તો દ્વારા રોજના અંદાજીત 11 હજાર ફૂડ પેકેટ્સ બનાવાય રહ્યા છે, જે સંપૂર્ણ પણે હાઇજેનિક રીતે બને છે. ફૂડ પેકેટ શહેરમાં 18થી 20 વિસ્તારોમાં તેમજ આસપાસના ગામડાઓમાં પણ પહોંચાડવામાં આવે છે.

સ્વામિનારાયણ મંદિર
બજરંગદળના અશ્વિન બારોટે જણાવ્યું કે, સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદથી સવારે 5 હજાર અને સાંજે 5 હજાર ફૂડ પેકેટ્સ, જ્યારે અત્યારે તો એનાથી પણ વધુ ફૂડ પેકેટ્સ ગરીબો સુધી પહોંચાડાઈ રહ્યા છે. જેમાં ગરીબો સાથે મધ્યમ વર્ગના એવા પરિવારો સુધી પણ ફૂડ પેકેટ્સ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છે, જેમને ખરા અર્થમાં મદદની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details