નવસારી શહેરમાં એક ઈસમ એક તમંચો અને જીવતા કારતુસ વેચાણ અર્થે આવવાનો હોવાની બાતમી SOGને મળી હતી. જેના આધારે પોલીસ શહેરના સ્ટેશન વિસ્તારમાં વૉચ ગોઠવી હતી અને આરોપી આવતાની સાથે પોલીસે ધરપકડ કરી હતી. ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપવા તમંચો મહારાષ્ટ્રના મુંબઈથી લાવવામાં આવતો હતો.
નવસારી SOGની ટીમે તમંચા સાથે 1 શખ્સને ઝડ્પી પાડ્યો - navsaripolice
નવસારી: દિનપ્રતિદિન ગુનાહિત પ્રવૃતિઓને વેગ મળી રહ્યો છે. ત્યારે ગુનાઓ કરવા માટે હથિયારોનો વેપાર પણ મોટા શહેરોથી નાના શહેરો તરફ પગ પેસેરો કરી રહ્યો છે. જે પ્રવૃતિ માનવજાત માટે ઘાતક સાબિત ન થાય તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સતર્ક રહી આરોપીઓને ઝડપી રહી છે. જેમાં નવસારી SOGની ટીમે એક તમંચા સાથે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
etv bharat
જે પ્રવુતિ માનવજાત માટે ખતરનાક સાબિત ન થાય તે માટે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સતર્ક રહી આરોપીઓને ઝડપી રહી છે. જેમાં નવસારી SOGની ટીમે એક તમંચા સાથે આરોપીને ઝડપી ગુનો રોકવાનો પ્રયાસ કર્યો છે.