નવસારીઃઅત્યાર સુધી કોઈ પણ શાળામાં ભરતી માટે શિક્ષકોનો એક ડેમો લેક્ચર ગોઠવવામાં આવે છે. પણ નવાસારીની એક સ્કૂલે શિક્ષકની ભરતી કરવા માટે શિક્ષક સામે એક ટાસ્ક મૂક્યો છે. જેમાં એક દાખલો ગણવાનો રહે છે. નવસારીમાં આવેલી ભક્તાશ્રમશાળાએ ધોરણ 11 અને 12 માં ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે એક એવી અનોખી પદ્ધતિ શોધી કાઢી છે. જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે.શાળાના શિક્ષકે ગણિતનો એક એવો દાખલો તૈયાર કર્યો. જેના જવાબમાં મોબાઈલ નંબર છૂપાયેલો હતો. જેને નોકરી જોઈતી હોય તે દાખલાઓ જવાબ મેળવી ફોન કરે તેવી અનોખી શરત રાખમાં આવી હતી.
આ પણ વાંચો સાવિત્રી બાઈ ફૂલે જયંતિ 2023: સ્ત્રીઓને સન્માન આપનાર નાયિકા
ભરતી પ્રક્રિયા:શાળાઓમાં ભરતી પ્રક્રિયામાં ક્યારેક અધિકારીઓ રાજકારણીઓને ઊંચા હોદ્દા પર બેસેલા વ્યક્તિઓ લાગવગનો ફોન કરી પોતાના મનગમતા વ્યક્તિને નોકરી અપાવવા માટે ભલામણ કરે છે. ત્યારે નવસારીમાં આવેલી ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ભક્તાશ્રમ શાળામાં શિક્ષકની ભરતી માટે શોધી કાઢી અનોખી રીત. જેમાં ગણિતના શિક્ષકે પોતાનો મોબાઈલ નંબરના આધારે ક્રિએટિવલી એક દાખલો ઘડી કાઢ્યો.
મોબાઈલ નંબર છુપાયેલો:જવાબમાં તેમનો પોતાનો મોબાઈલ નંબર છુપાયેલો હતો.જે ઉમેદવાર એ દાખલો ઉકેલે તેને નોકરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ દાખલાને ભારતના અનેક ગણીતપ્રેમીઓએ ઉકેલ્યો હતો. ભારત સહિત અનેક વિસ્તારમાંથી દાખલો ઉકેલવાના ફોન હજુ આવી રહ્યા છે. શાળાએ દાખલો ઉકેલનાર 8 ઉમેદવાર પૈકી સૌથી યોગ્ય ઉમેદવાર નવસારી શિક્ષક ચિંતન ટંડેલને નોકરી આપી છે.