Navsari News: સોસાયટીઓમાં પાણી ન ઓસરતા રોગચાળાની ભીતિ, તંત્રનું મૌનવ્રત નવસારીઃનવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિરથી મેઘવાળ સોસાયટી તરફ જતા માર્ગ પર ઘટરિયા પૂરના પાણી આવવાથી સમગ્ર માર્ગ તથા આસપાસના દુકાનો અને ઘરોમાં ગટરના પાણી ફરી વળ્યા છે. લોકોના સામાનને નુકસાન તો થયું જ છે. પણ સ્થાનિકોમાં એક એવો ડર પેસી રહ્યો છે કે, આવનારા દિવસોમાં ક્યાંક રોગચાળો ન ફેલાય તો સારૂ. કારણ કે, પડી રહેલા પાણીમાં જીવાત અને મચ્છરનો ઉપદ્રવ એકાએક વધે છે.
ઉકેલ ક્યારે?લોકો ગટરિયાપુરથી ત્રાહિમામ વિઠ્ઠલ મંદિર વિસ્તાર નવસારી વિજલપુર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ પુરવાર થઈ ચૂકી છે. એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને નવસારી અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. શનિવારે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવી પડી હતી.
ગામના રસ્તા બંધઃવરસાદનું જોર વધતાં ગણદેવી શહેરમાંથી બીલીમોરા તરફ જતા માર્ગ પર નેરોગેજ ટ્રેનના અંદર પાટામાં વરસાદી પાણી ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. આવા-ગમન કરવા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને ગણદેવી બીલીમોરા તરફ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેઓને પોતાના બીલીમોરા તરફ જવા માટે વધારે ફરવાની ફરજ પડી હતી. મેઘરાજા હવે ખમૈયા કરે એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
પાણીમાં રસ્તા ડૂબ્યાઃવિજલપુર નગરપાલિકામાં થોડા જ સમય પહેલા સમાવેશ થયેલા આ વિજલપુર વિસ્તારમાં વિઠ્ઠલ મંદિરથી મેઘવાળ સોસાયટી તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો નોકિયાત વર્ગ અને વિદ્યાર્થી હેરાન-પરેશાન થયા હતા. પણ તંત્ર તરફથી કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા થઈ નહીં.
ગટર બંધ કરી દીધીઃસમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિઠ્ઠલ મંદિર વિસ્તાર નવસારીમાં વેજલપુર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ લોકોને આ વર્ષો જૂની સમસ્યા રાહત મળતી નથી. કારણ કે અહીંથી પસાર થતો ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટને કારણે અહીં આવેલી ગટરનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. તેના પર આરસીસી બોક્સ બનાવવામાં આવ્યા. વરસાદી પાણી ગટરનુંય પાણી સાથે મિક્સ થતાં સમગ્ર વિસ્તારમાં ગંદુ રેલાઈ જાય છે. જે લોકોના ઘર અને દુકાનમાં ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે. સ્થાનિકો આ મુશ્કેલી સામે કાયમી નીવેડો ઈચ્છે છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
- Navsari Rain: ગણદેવી-બીલીમોરા હાઈવે જળબંબાકાર, ખમૈયા કરો મેઘરાજા
- Navsari Rain : વરસાદથી જનજીવન પ્રભાવિત, વિજલપુરમાં વૃક્ષો નમી પડતા તંત્રએ કાઢ્યા હથિયાર