નવસારી : જિલ્લામાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં એકથી છ ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લાના કેટલાક તાલુકામાં અવિરત તો કેટલાક તાલુકામાં મધ્યમ વરસાદ યથાવત છે. વરસાદના પગલે ઓરેન્જ એલર્ટને તંત્ર આપ્યું છે. તેમજ નવસારી શહેરમાં વરસાદના પગલે NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લાની નદીઓની સ્થિતિ પર સતત વોચ રાખીને નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતા પણ બે કાંઠે વહેતી જોવા મળી છે.
Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ - Gujarat Monsoon Update
નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા NDRFની તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં પૂર કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તો બચાવ કામગીરી માટે NDRFની 6 બટાલિયનની 22 જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નવસારીમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને નવસારી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. દરેક તાલુકામાં સ્થિતિને પહોંચી વળવા માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક NDRFની ટીમ પણ તેનાત કરવામાં આવી છે. - મૃણાલદાન ઇસરાણી (મામલતદાર ડિઝાસ્ટર)
22 જવાનોની ટુકડી તૈનાત : હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આ વચ્ચે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને જારી કરાયું છે. આગામી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લામાં પૂર કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તો બચાવ કામગીરી માટે NDRFની 6 બટાલિયનની 22 જવાનોની ટુકડી નવસારી ખાતે તૈનાત કરવામાં આવી છે. મોડી રાત્રે નવસારી જિલ્લા ખાતે NDRFની ટુકડી બચાવ સાધન સામગ્રી સાથે આવી પહોંચી હતી. નવસારીના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂર જણાય ત્યાં વરસાદ દરમિયાન જો કપરી પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવશે.