ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Rain : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી, દીવાલ ધરાશાયી થતાં બે કાર ભાંગીને ભુક્કો થઈ - Gujarat rain news

નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે જળમગ્ન બન્યું છે. સવારે 8થી અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. તો બીજી તરફ એક દિવાલ ધરાશાયી થતા બે કારનો ભુક્કો બોલાવી દીધો છે.

Navsari Rain : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી ભરાયા, દિવાલ ધરાશાયી થતાં બે કારનો ભાંગીને ભુક્કો થઈ ગઈ
Navsari Rain : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી ભરાયા, દિવાલ ધરાશાયી થતાં બે કારનો ભાંગીને ભુક્કો થઈ ગઈ

By

Published : Jul 22, 2023, 4:08 PM IST

Updated : Jul 22, 2023, 4:29 PM IST

નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી ભરાયા

નવસારી : સમગ્ર નવસારી જિલ્લામાં મેઘ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો, નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને ભારે હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો છે. શહેરની મધ્યમાં આવેલા કુંભારવાડા વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા હતા. જેને લઈને વેપારીઓને મોટી નુકસાની વેચવાનો વારો આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરજ થયા છે. જેને લઇને અનેક વિસ્તારોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

ઘૂંટણ સમા પાણી : વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પર પણ મોટી અસર જોવા મળી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા શનિવારનો સમય હોય બાળકો શાળાએથી છુટા હોય તેવી સ્થિતિમાં બાળકોને ઘૂંટણ સમા પાણીમાંથી વાલીઓ ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તાર એવા શાંતાદેવી રોડ વિસ્તાર પર ભારે વરસાદને પગલે દિવાલ ધરાસાઈ થતાં બે કારનો ખુરદો બોલી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં સવારે 8:00 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 12 ઇંચ અને જલાપુરમાં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણીમાં ભરાયા હતા.

દિવાલ ધરાશાયી થતાં બે કારનો ભાંગીને ભુક્કો થઈ ગઈ

નવસારી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ : ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જિલ્લાના ગણદેવી બીલીમોરા, ચીખલી, ખેરગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોએ લાઈટ ચાલુ કરીને પોતાનું વાહન હંકારમાં મજબૂર બન્યા છે. નવસારી 39 MM, જલાલપુર 44 MM, ગણદેવી 8 MM, ચીખલી 5 MM, વાંસદા 6 MM અને ખેરગામ 5 MM વરસાદ વરસ્યો છે.

  1. Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર
  2. Rajkot Rain: ઉપલેટા પંથકમાં વરસાદી પાણીએ ખેતીની પથારી ફેરવી નાખી, ખેતરો નદી તળાવમાં ફેરવાયા
  3. Junagadh Rain : કેશોદમાં વરસાદી પાણીની સમસ્યા, 12 મહિનાના અનાજ પર પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ
Last Updated : Jul 22, 2023, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details