ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Police Efforts : નવસારી જિલ્લા પોલીસનો ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ, શેરી નાટક માધ્યમ બન્યું

નવસારી જિલ્લા પોલીસે સમાજમાં થતા દારૂ દહેજ ઘરેલુ હિંસા સાઈબર રોડ હની ટ્રેપ લોભામણી સ્કીમ જેવા ગુનાઓને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા ગણેશ મંડળોમાં શેરી નાટક ભજવી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Navsari Police Efforts : નવસારી જિલ્લા પોલીસનો ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ, શેરી નાટક માધ્યમ બન્યું
Navsari Police Efforts : નવસારી જિલ્લા પોલીસનો ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ, શેરી નાટક માધ્યમ બન્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 9:33 PM IST

ગણેશ મંડળોમાં શેરી નાટક

નવસારી : નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારીની ટ્રાફિક શાખા ખાતે ટ્રાફિક અવેરનેસની થીમ આધારિત ગણેશ મંડપમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લા પોલીસે પણ આ વખતે ગણેશ ઉત્સવમાં ભાગ લીધો છે.

જાગૃતતા લાવવાનો પ્રયાસ

જિલ્લા પોલીસ દ્વારા આ એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારના નાટકો દ્વારા નશામુક્તિ નારી સુરક્ષા સાઈબર ક્રાઈમ પ્રત્યે મહિલાઓ વડીલો તેમજ બાળકોમાં જાગૃતતા આવે એવા પ્રયાસો કરવામાં આવ્યા છે...એસ કે રાય (ડીવાયએસપી)

ટ્રાફિક અવેરનેસની થીમ : નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારીની ટ્રાફિક શાખા ખાતે ટ્રાફિક અવેરનેસની થીમ આધારિત ગણેશ મંડપમ આયોજન કર્યું છે અને દરેક પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ અને બાળકોની મદદ કરવા માટે શી ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ટીમ દ્વારા ગુનાઓથી બચવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ સ્થળોએ જનજાગૃતિના કાર્યક્રમો યોજીને મહિલાઓ વડીલો તેમજ બાળકોને જાગૃત કરવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારના નાટકો કરવામાં આવ્યા હતાં.

નવસારી જિલ્લા પોલીસ દ્વારા ક્રાઈમ સંદર્ભે જાગૃતતા લાવવા માટે જે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેનાથી સમાજમાં ઘણી જાગૃતતા આવશે. જેમાં ખાસ કરીને મહિલાઓ સંદર્ભે જે ગુનાઓ થઈ રહ્યા છે, જેમાં પોલીસની કઈ રીતે મદદ મળી શકે છે તે વિસ્તૃત રીતે જાણવા મળ્યું છે. સાથે વૃદ્ધો તેમજ મહિલાઓને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે વિશેની સંપૂર્ણ જાણકારી અહીં નાટક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે..શ્રેયા જોશી (સ્થાનિક)

જનજાગૃતિ માટે અલગ અલગ કાર્યક્રમો : આ નાટકો દ્વારા નશા મુક્તિ,નારી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ કેવી રીતે બચી શકાય તે પ્રકારના મેસેજ આપી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસના જણાવ્યા પ્રમાણે ગણેશોત્સવના તમામ દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળે જનજાગૃતિ લાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો આયોજન થશે ત્યારે વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારની ઇમર્જન્સીમાં 100 નંબર અને મહિલા હેલ્પલાઇન નંબર 181 પરથી સી ટીમનો સંપર્ક કરી શકાશે અને પોલીસની હેલ્પલાઇનના અલગ અલગ નંબરો ઉપરથી કઈ કઈ સેવાઓ પ્રાપ્ત થાય છે તે વિશે વિસ્તૃત સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન હાજરી આપવા માટે આવેલા ડીવાયએસપી એસ કે રાય જોડે વાત કરી હતી.

  1. સુરત ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતતા લાવવા ચલાવી ખાસ ઝુંબેશ
  2. અમદાવાદ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રોસિંગ જાગૃતતા દિવસનું આયોજન
  3. Cyber ​​Sanjeevani Abhiyan 2.0 : સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા, શું તમે આવો છો ?

ABOUT THE AUTHOR

...view details