નવસારી:દુશ્મનોની નજર ભારત તરફ ના પડે અને આતંકવાદી ઘટના ફરીવાર ના બને તે હેતુથી રાજ્ય ભરમાં સરકાર દ્વારા સાગર સુરક્ષા કવચ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે મોકડ્રિલનું આયોજન થકી આતંકી ઘટના વખતે પોલીસ એલર્ટ બની આવી ઘટનાને રોકી શકે તે હેતુસર મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. એના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની એલસીબી એસઓજી સહિત મરીન પોલીસ પણ સમગ્રમાં કવાયતમાં જોડાય હતી.
દરિયાને સુરક્ષિત કરવાની સમગ્ર રાજ્યમાં અભિયાન: આતંકીઓથી દરિયાને સુરક્ષિત કરવાની સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાને અડીને આવેલા 52 કિલોમીટરના દરિયા કિનારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં થયેલા મોટા આતંકી હુમલાઓમાં ખાસ કરીને આતંકીઓએ દરિયાઈ સરહદ ઓળંગીને ભારતમાં પોતાના મનસુબાને અંજામ આપ્યો હતો. તેથી ફરીવાર આવી કોઈ આતંકવાદી ઘટના ન બને તે હેતુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાને ધ્યાનમાં લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા હેતુ સાગર સુરક્ષા કવચ મોકડ્રીલનું આયોજન કરે છે.
આ પણ વાંચોFire Broke Out In Gaya : બિહારના બોધ ગયામાં લાગી આગ, 100થી વધુ દુકાનો બળીને થઈ ખાખ