ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime: પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો દારૂની આશંકાએ કર્યો, અંદરથી જે નીકળ્યું એ જોઈ પોલીસ ચોંકી ગઈ - Navsari police

નવસારી નેશનલ હાઇવે નંબર 48 પરથી મોટેભાગે દારૂની હેરફેર કરતા બુટલેગરો પોલીસના હાથે ચડતા હોય છે પરંતુ નવસારી ગ્રામ્ય પોલીસની ચેકિંગ દરમિયાન એક કાર ચાલક પોલીસને જોઈ ભાગતા પોલીસે તેનો 12 km સુધી પીછો કરતા પોલીસના હાથે દારૂના બદલે મોટી સંખ્યામાં ગાંજો હાથ લાગ્યો

નવસારી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી મોટી માત્રામાં ગાંજો પકડી પાડ્યો
નવસારી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી મોટી માત્રામાં ગાંજો પકડી પાડ્યો

By

Published : Jun 2, 2023, 10:22 AM IST

Updated : Jun 2, 2023, 10:40 AM IST

નવસારી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી મોટી માત્રામાં ગાંજો પકડી પાડ્યો

નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પરથી મોટેભાગે દારૂની હેરફેર કરતા બુટલેગરો પોલીસના હાથે ઝડપાતા હોય છે. પરંતુ નવસારી ગ્રામ્ય પોલીસ ચેકિંગ દરમિયાન એક કાર ચાલક પોલીસને જોઈ ભાગતા પોલીસે તેનો 12 km સુધી પીછો કર્યો હતો. એ સમયે પોલીસના હાથે દારૂને બદલે મોટી સંખ્યામાં ગાંજો હાથ લાગતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ચેકિંગ હાથ ધરવામાં આવ્યું: નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મોટી માત્રામાં દારૂની હેરફેર થતી હોય છે. જેને લઈને નવસારી ગ્રામ્ય પોલીસ પ્રોહિબીશન ડ્રાઇવ અંતર્ગત દારૂના સપ્લાયને રોકવા માટે અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને પોતાની કામગીરી કરતી હોય છે. જેને લઈને નવસારી ગ્રામ્ય પોલીસ હાઇવે પાસે આવેલા ધોળાપીપળા ગામના ઓવર બ્રિજ નજીક ત્યાંથી પસાર થતા વાહનોને સાઈડમાં પાર્કિંગ કરાવી પોલીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

"પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે વાઈટ કલરની કારને થોભવા માટે કહેતા કાર ચાલક ત્યાંથી પોતાની ગાડી હંકારી ભાગી ગયો હતો. પોલીસ કાર ચાલકનો પીછો કરતા આગળ જતા કારચાલક પોતાની કાર મૂકી ભાગી ગયો હતો. કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો છે. જેથી પોલીસે ગાંજો અને કાર સહિત 23, 11, 390 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જેની આગળની તપાસ SOG પોલીસને સોંપવામાં આવી છે જેમાં આ મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે"--એસ.કે રાય (નાયબ પોલીસ અધિક્ષક)

મોંઘી કાર અને ગાંજો: અત્યાર સુધી હાઇવે પર મોટી સંખ્યામાં દારૂની હેરફેર થતી હોય આવા સપ્લાયરો પોલીસના હાથે ચડતા હતા. ગાંજાની આટલી મોટી ખેપ પોલીસના હાથે પણ પ્રથમ વાર લાગી હતી. આ ગાંજાની બજાર કિંમત 19,11,390 છે. તો બીજી તરફ કારમાંથી ત્રણ અલગ નંબર વાળી નંબર પ્લેટ તેમજ fastag મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મોંઘી કાર અને ગાંજો મળી રુપિયા 23, 11,390 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો.

  1. Navsari News: ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ બુટલેગરો ઉપર ત્રાટકી
  2. Navsari Crime: પ્રતિબંધિત સિગારેટનું હોલસેલમાં વેચાણ કરતો વેપારીને પકડાયો
  3. Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
Last Updated : Jun 2, 2023, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details