નવસારીઆજકાલનું યુવાધન પોતાના મોજશોખ માટે ખૂટતા પૈસા મેળવવા માટે કોઈ પણ રસ્તો અખત્યાર કરવામાંથી ઊંચા નથી આવતા. આવો જ એક કિસ્સો બન્યો છે નવસારી જિલ્લામાં. અહીં મરોલી બજારમાં (maroli bazar navsari) રહેતા એક યુવાને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને ફોન પર વોટ્સ એપ પર મેસેજ કરીને તેમની પાસેથી 30,00,000 રૂપિયાની ખંડણી (Navsari Ransom Case) માગી હતી. ત્યારે LCBની ટીમે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ (Navsari Crime News) કરી હતી.
આરોપી જેલહવાલે જલાલપોરના તાલુકાના મરોલી બજારમાં રહેતો મોહમ્મદ અબરાર સમશુહુલદા અન્સારી ટેલરિંગનાં વ્યવસાયે જોડાયેલો છે. તેને પોતાના મોજશોખ માટે પૈસા ઓછા પડતા ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે મરોલીમાં રહેતા જિનેન્દ્ર શાહને વોટ્સ એપ પર મેસેજ કરીને 30,00,000 રૂપિયાનીખંડણી માગી હતી. સાથે જ આરોપીએ તેમના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ જિનેન્દ્ર શાહે મરોલી પોલીસ સ્ટેશનમાં (Maroli Police Station) આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (Navsari Police) ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ધરપકડ કરી હતી.