ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસે લોકસંવાદ કરી વ્યાજખોરો અંગે માહિતીગાર કર્યા, દંપતિ પકડાયા બાદ કરી અપીલ - Navsari SP police

નવસારી જિલ્લામાં વધી રહેલા વ્યાજના વિષચક્ર (Navsari Town police) સામે પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. ખાસ કરીને નવસારી જિલ્લા પોલીસવડાએ એક ખાસ ટીમ તૈયાર કરીને લોકો આ અંગે આગળ આવે અને પોલીસ સાથે સહકાર આપે એ હેતુંથી કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, દિવસે દિવસે વધી રહેલા વ્યાજંકવાદને (illegal money laundering Navsari) કારણે અનેક પરિવારોમાં તિરાડો પડી રહી છે. તો કેટલાક એવા પરિવાર વ્યાજખોરોને રકમ ભરી રહ્યા છે પણ બે પેટ ધરાવતા ભાખંડ જેવા પંખી સમાન વ્યાજખોરોનું પેટ ભરાતું નથી. જેના કારણે ગુનાખોરીનો ગ્રાફ વધે છે. જે અંગે નવસારી પોલીસે કાયદાકીય પગલાં લીધા છે.

પોલીસે લોકસંવાદ કરી વ્યાજખોરો અંગે માહિતીગાર કર્યા, દંપતિ પકડાયા બાદ કરી અપીલ
પોલીસે લોકસંવાદ કરી વ્યાજખોરો અંગે માહિતીગાર કર્યા, દંપતિ પકડાયા બાદ કરી અપીલ

By

Published : Jan 10, 2023, 7:06 PM IST

પોલીસે લોકસંવાદ કરી વ્યાજખોરો અંગે માહિતીગાર કર્યા, દંપતિ પકડાયા બાદ કરી અપીલ

નવસારીઃનવસારી જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ કરનાર ઉપર પોલીસે (Navsari Town police) લગામ કસી છે. લોક જાગૃતિ કાર્યક્રમો કરતા વિજલપોરનો એક યુવાન એક વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ કરતા એલસીબીએ વિજલપોરના વ્યાજખોર (illegal money laundering Navsari) દંપતીની અટક કરી હતી. વિજલપોરના ગાયત્રી સંકુલમાં આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ ડાભીએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેઓ આયુર્વેદિક દવાનું માર્કેટીંગ કરી વેપાર ધંધો કરે છે. દોઢ વર્ષ પહેલા આયુર્વેદિક દવાની પ્રોડક્ટ લેવા માટે નવસારીના કહારવાડ ગેલેક્ષી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા અશ્વિન ગયાપ્રસાદ પુરોહિતનો વ્યાજે નાણાં લેવા માટે સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ કાગળ પર કંપની બનાવી સરકારને લાખોનો ચુનો ચોપડ્યો

વ્યાજે પૈસા લીધાઃ3000 વ્યાજે લીધા હતા. જેના અવેજ તરીકે તેમણે દરરોજ 150 રૂપિયા વ્યાજના જમા કરાવવા માટે અને બે કોરા ચેક પર સહી કરાવી લીધા હતા. 3000ના વ્યાજના રોજેરોજ રૂ. 150 લેખે તારીખ 6 જાન્યુઆરી સુધીમાં કુલ રૂપિયા 1,750 જેટલી રકમ અશ્વિન પુરોહિતે પ્રવીણભાઇ ડાભી પાસેથી વસૂલ કર્યા હતા. પ્રવીણ ભાઈએ હમણા સુધીમાં રૂપિયા 18000 વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે કુલ રૂપિયા 90,650 જેટલી રકમ અશ્વિન પુરોહિત અને તેમની પત્નીના હાથમાં રૂબરૂમાં ચૂકવ્યા હતા.

આ પણ વાંચોઃ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિને નવસારી વિજલપુર પાલિકા ભૂલી, કોંગ્રેસ દુૃ:ખી

પોલીસ ફરિયાદ કરીઃ પોલીસના જનજાગૃતિના (Navsari SP police) કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી હાલ અશ્વિન જામીન પર છોડવામાં આવ્યો છે. જોકે, પોલીસે વ્યાજે પૈસાના મામલે ખોટી રીતે ત્રાસ આપતા ભેજાબાજો સામે કાયદેસરના પગલાં લેવાના શરૂ કરતા ધંધા સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, પોલીસે લોકોને ત્યાં સુધીની ખાતરી આપી હતી કે, જ્યાં પણ ખોટું થતું હોય અને વ્યાજનો મામલો હોય તો પોલીસને ખાનગી રીતે પણ સંપર્ક કરીને જણાવી શકાય છે.

કાયદેસરના પગલાંઃ નવસારી પોલીસા આ મામલે કાયદેસરના (Navsari police legal Action) પગલાં લેશે. પોલીસે લોકો સાથે કરેલી ચર્ચામાં સ્પષ્ટ કર્યું હતું કે, લોકો જાહેરમાં આ અંગે કોઈ બોલી શકતા નથી. એટલા માટે ખાનગી ધોરણે સંપર્ક કરીને ખોટી રીતે થતી વ્યાજખોરી અંગે પોલીસ પગલાં લેશે. ગેરકાયદે વ્યાજખોરીનું દુષણ ડામવાના અભિયાન અંતર્ગત ખેરગામ સેવાસદનમાં ચીખલી પીઆઇ કે.જે.ચૌધરી, ખેરગામ પીએસઆઇ જયદીપસિંહ ચાવડા અને પીએસઆઇ જે.બી.જાદવની ઉપસ્થિતિમાં ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રના 35 ગામનો લોકદરબાર યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details